ભરી આંખોમાં સ્વપ્નો,ભરી ઉડાન ગગનમાં,
નવી દિશામાં રંગીન, ભરી રંગો નયનમાં.
ઉભી ભીડમાં ખાલીપો,ભરી મીટ આકાશમાં,
પૂરી રંગોળી હૃદયમાં, ભરી અશ્રુ પલકોમાં.
ચાખી અમૃત દર્શનમાં, ભરી ગતિ સમયમાં,
પીધા ઝેરને પારખી, ભરી ડગ સંબંધોમાં.
તારી રણમાં છાંયડો, ભરી યાદ ઝાઝવામાં,
રાખી પગલાં પાછળ, ભરી નીજ નસીબમાં.
કરી 'શ્રીકૃપા' વિનંતી, ભરી સૂર લાગણીમાં,
જોઈ ધરાને સહન, ભરી શ્વાસ માનવીમાં.
દિપ્તી પટેલ. (શ્રીકૃપા)
વડોદરા.