#પોષીપૂનમ #poshipoonam #poshpunam #poshipoonamquotes #purnimaquotes
..
ભાઈ ! ખબર છે કે તું ભાઈગીરી કરીશ આજે,
તારા ટીપ્પણી ના ઈરાદા ને હું માન આપીશ આજે.
આખો દિવસ ના ઉપવાસ માં તું તંગ કરીશ આજે,
પણ ચાંદામામા પાસે હું તને નિરોગી માંગીશ આજે.
ચાનકી ના કાણાં માં તું ધરાર મને બે વાર પૂછાવડાવીશ આજે,
પૂછ્યા પછી પણ તું 'રમે કઇશ' એવું આખો દિવસ ચીડવીશ મને આજે.
છતાંય તારી માંગણી ને સ્વીકારી પોષી પૂર્ણિમા સામે પૂછું છું આજે..
ચાંદા તારી ચાનકી..
પોષી પોષી પુનમડી..
અગાશીએ રાંધ્યા અન્ન..
ભાઈ ની બેન રમે કે જમે ??
... .... ...
તારા જવાબ ની રાહ માં ઉભી છે બેન અગાશીએ રાત્રે આજે...!