પ્રેમમાં હું પણ હતો તું પણ હતી,
બેઉને કયાં કૈ કશી સમજણ હતી.
એકબીજા કાજ તડપે બેઉ જણ,
ત્યાં ય અઘરી કેટલી અડચણ હતી.
કોણ અફવાને હવા આપી ગયું,
ઘર ગલીને ગામમાં ચણભણ હતી.
જયાં નજર મારી પડે દેખાય તું,
પ્રિયતમા છો કે પછી વળગણ હતી.
વ્હાલ પણ આથી વધારે શું કરું ?
જીંદગી મારી તને અર્પણ હતી.
જિગર ઠકકર 'ગઝલનાથ'