કેવું છે નહીં !અમથું અમથું કેવું છે નહીં ,
આ ભણતર આ ગણતર પાયા વગર નું ચણતર કેવું છે નહીં !
જીવન ના કોઈ પાઠ ના મળે માત્ર કોયડા જેવું છે નહીં ,
ચોપડા પર ચોપડા ચોપડે છે,ચારિત્ર્ય વગર નો ઘડતર કેવું છે નહીં !
સાચા સંબંધ ની કોઈ ખબર નહી બે પદો ના સંબંધ ના જાણ જેવું છે નહીં ,
શાળા ,મહાશાળા બનતી જાય છે ;સંસ્કાર વગર નું શિસ્ત કેવું છે નહીં !
અભ્યાસ નો અતો પતો નહીં ,ગોખણ ના ગોટણ ભટકાય જેવું છે નહીં ,
સ્વ અધ્યયન ની કોઈ શિક્ષા નહીં મા સરસ્વતિ વગર શિક્ષણ કેવું છે નહીં !
ભથ્થા માથા પર ભાર વઘ્યું ,ભાર વિના ના ભણતર જેવું છે નહીં ,
સાચી વિદ્યા નો ક્યાં ભાવ નથી 'હૃદય 'વગર ના બાળક જેવું છે નહીં !