Yamraj’S Court Is On Earth Everyone Has To Present Before Death
સાક્ષાત ધરતી પર છે યમરાજની કોર્ટ, મૃત્યુ પહેલાં દરેકને આપવી પડે છે હાજરી
દિલ્લીથી સરેરાશ 500 કિલોમીટર દૂર હિમાચલના ચમ્બા જીલ્લામાં ભરમોર નામના સ્થાનમાં અનોખું મંદિર અવસ્થિત છે. જે જોવામાં તો કોઇના ઘર જેવું લાગે છે પરંતુ વાસ્તવમાં આ મંદિર યમરાજનું ઘર છે. વિશ્વનું આ એકમાત્ર મંદિર છે જે મૃત્યુના દેવતાને સમર્પિત છે.
મરણોત્તર દરેક વ્યક્તિએ અહીં પ્રવેશ કરવો પડે છે. એવી માન્યતા છે કે મંદિરમાં એક એકાંત રૂમ છે જે ચિત્રગુપ્તનું છે. ચિત્રગુપ્ત યમરાજના રાજપંડિત છે જે પ્રત્યેક જીવાત્માના કર્મોના લેખા-જોખા જોવે છે.
આગળ જાણો આ મંદિર વિશે વધુ.......
એવું માનવામાં આવે છે કે, કોઇ જીવ મૃત્યુને પ્રાપ્ત થાય તો યમરાજના દૂત તેની આત્માને પકડીને સૌપ્રથમ આ મંદિરમાં ચિત્રગુપ્તની સમક્ષ લઇને જાય છે. ચિત્રગુપ્ત જીવાત્માના જીવનનું સંપૂર્ણ લેખા-જોખા જોવે છે પછી તેમની સામે રહેલાં રૂમમાં આત્માને યમરાજની સામે પ્રસ્તુત કરવામાં આવે છે. આ રૂમને યમરાજની કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે.
આગળ જાણો યમરાજના આ કોર્ટમાં આગળ શું થાય છે.......
યમરાજ નિષ્પક્ષ રૂપથી કર્મોના લેખા-જોખા પર વિચાર કરીને આત્માને પોતાનો નિર્ણય આપે છે. ત્યાર પછી તેને સ્વર્ગ કે નરકમાં લઇ જવામાં આવે છે. લોક માન્યતાઓ મુજબ એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં ચાર અદ્રશ્ય દિવાલ છે જે સોના, રજત, તાંબા અને લોખંડની ધાતુથી બનાવેલી છે. ગરૂડ પુરાણમાં પણ યમરાજના દરબારમાં ચાર દિશાઓમાં ચાર દ્વારોનું વર્ણન કરવામાં આવ્યું છે.