શ્યામ મારા પધારો મારે ઘેર રે
સંગે લાવો રાધા રાણી ને તમ રે
તમારી ઘણી મહેર...
હું તો પુકારું ગોકુળ ની ગલી એ
હું તો નિહારું દિલ ની ટહેલી એ
શ્યામ મારા પધારો મારે ઘેર રે ...
તમારી ઘણી મહેર....
મથુરા માં ખેલ ખેલીયા જશોદા ના જાયા તમે
માખણ ની ચોરી કરી , મોહન મોરલી વાળા તમે
શ્યામ મારા પધારો મારે ઘેર રે...
તમારી ઘણી મહેર....
જમુનાને કાંઠે જળ ભરવા જાય ગોપી સંગે
માધવ નાચે મોર બોલે , મારાં વહાલા સંગે
શ્યામ મારા પધારો મારે ઘેર રે ...
તમારી ઘણી મહેર ...
વૃંદાવનની , ગલીએ રાસ રમે શ્યામ ને રાધા
સંગે સૈા ગોપીઓ ઘૂમી રહી થઈ અલબેલી
શ્યામ મારા પધારો મારે ઘેર રે....
સંગે લાવો રાધા રાણી ને તમ રે...
તમારી ઘણી મહેર...
તમારી ઘણી મહેર...
તમારી ઘણી મહેર....