ASTROLOGICAL Know The Effects Of Mars In Kundali
મંગળની શુભ સ્થિતિ ઘણાને બનાવે ધનવાન, અશુભ હોય તો કરે પરેશાન!
મંગળ ગ્રહને જ્યોતિષશાસ્ત્રમાં બધા ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. તેને લીધે જ મંગળનો પ્રભાવ પણ ઘણો વધુ હોય છે. મંગળ કોઈપણ વ્યક્તિના સ્વભાવને પૂરી રીતે પ્રભાવિત કરે છે. કુંડળીમાં બાર ભાવ હોયછે. અને દરેક ભાવમાં મંગળની અલગ-અલગ અસર હોયછે. કોઈ વ્યક્તિના જન્મ સમયે મંગળ કુંડળીના જે ભાવમાં સ્થિત હોય છે, તેની તેવી જ અસર જીવનભર ચાલતી રહે છે.
પોતાની કુંડળીમાં જુઓ કયા ભાવમાં સ્થિત છે તમારો મંગળ ને અહીં જાણો તે સ્થિતિના આધારે મંગળ તમારા જીવનને કંઈ રીતે અસર કરી રહ્યો છે...
મંગળ પ્રથમ ભાવમાં હોય તો...
-પત્રિકામાં મંગળના પ્રથમ ભાવમાં હોય તો તે વ્યક્તિ ક્રૂર, સાહસી, મૂઢ, અલ્પઆયુ, અભિમાની, શૂર, સુંદરરૂપવાળો અને ચંચળ હોય છે.
બીજા ભાવમાં મંગળ હોય તોઃ-
-જેની કુંડળીના બીજા ભાવમાં મંગળ હોય એવો વ્યક્તિ નિર્ધન, કુરુપવાળો, નીચ લોકોની સાથે રહેનારો હોય છે. તે વ્યક્તિ વિદ્યાહીન અને ઓછી બુદ્ધિવાળો હોય છે.
ત્રીજા ભાવમાં મંગળ હોય તોઃ-
-પત્રિકામાં ત્રીજા ભાવમાં મંગળ હોય તો તે વ્યક્તિ અજેય, ભ્રાત-હીન, બધા ગુણોવાળો પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે.
આગળ વાંચો મંગળ અન્ય ભાવોમાં કેવું પરિણામ આપે છે....
ચોથા ભાવમાં મંગળ હોય તોઃ-
-કોઈપણ વ્યક્તિની કુંડળીમાં મંગળ ચોથા ભાવમાં હોય તો તે ઘર, વસ્ત્ર અને ભાઈ-બંધુથી હીન, વાહન રહિત, દુઃખી હોય છે.
પાંચમા ભાવમાં મંગળ હોય તોઃ-
-પાંચમા ભાવમાં મંગળ હોય તો તે વ્યક્તિ સુખ, ધન અને પુત્રથી હીન, ચંચળ બુદ્ધિ, ચુગલખોર, ખરાબ મન અને અશાંત હોય છે.
છઠ્ઠા ભાવમાં મંગળ હોય તોઃ-
-છઠ્ઠા ભાવમાં મંગળ હોય તો તે વ્યક્તિ અતિકામી, સુંદર બળવાન, બંધુઓમાં શ્રેષ્ઠ અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર હોય છે.
સાતમા ભાવમાં મંગળ હોય તોઃ-
-જન્મકુંડળીમાં સાતમા ભાવમાં મંગળ હોય તો તે વ્યક્તિ રોગી, ખોકા કામ કરનાર, દુઃખી, પાપી, નિર્ધન અને પાતળા શરીરવાળો હોય છે.
આઠમા ભાવમાં મંગળ હોય તોઃ-
-એવો વ્યક્તિ અલ્પઆયુ, કુરુપ, દુઃખી અને નિર્ધન હોય છે.
નવમા ભાવમાં મંગળ હોય તોઃ-
-જન્મ કુંડળીમાં નવમા ભાવમાં મંગળ હોય તો વ્યક્તિ કામ કરવામાં અક્ષમ, હિંસક, ધર્મહીન, પાપી કે પછી સન્માન પ્રાપ્ત કરનારો હોય છે.
દસમા ભાવમાં મંગળ હોય તોઃ-
-કુંડળીના દસમા ઘરમાં જો મંગળહોય તો વ્યક્તિ બધા કામ કરવામાં દક્ષ, અજેય, શ્રેષ્ઠ પુરુષ, પુત્ર સુખ પ્રાપ્ત કરનારો હોય છે.
-અગિયારમા ભાવમાં મંગળ હોય તોઃ-
-કુંડળીના અગિયારમા ભાવમાં મંગળ વ્યક્તિને ગુણી, સુખી, શૂર, ધનવાન, પુત્રવાન અને સુખી બનાવે છે.
બારમા ભાવમાં મંગળ હોય તોઃ-
-કુંડળીમાં બારમા ભાવમાં મંગળ હોય તો તે વ્યક્તિ આંખોનો રોગી, ચુગલીખોર, ક્રૂર હોય છે. એવા વ્યક્તિના જીવનમાં જેલ ભોગવવાનો પણ યોગ બની શકે છે.
તેની સાથે જ મંગળના પ્રભાવોનો વિચાર કરતી વખતે કુંડળીના અન્ય ગ્રહોની સ્થિતિ પણ વિચારણીય છે. બધા ગ્રહોની સ્થિતિ પણ જોવી જોઈએ.