પશું પક્ષી એ માનવજાત સાથે અતુટ સંબંધ ધરાવે છે એ લોકો ભલે આકાશમાં ઉડતા હોય કે જંગલોમાં રહેતા હોય પણ તેમનેય માનવવસ્તી ઘણી પ્રિય હોયછે આજે આપણે કોઇ રસ્તા ઉપર મરેલ પશું પક્ષી જોઇએ છીએ ત્યારે આપણા મોઢામાંથી એક દર્દનાક ચીસ નીકળી જાય છે..અરેરેરે તો જયારે એક સાથે પચ્ચાસ કરોડ પશુ પક્ષી બળીને મરી ગયા હશે ત્યારે તે દેશને ને તે દેશના નાગરીકોને શું થયું હશે!!!
............જી હા, હું વાત કરવા માગું છુ દુનીયાના નકશામાં આવેલ કાંગારુ ઓસ્ટ્રેલીયા દેશની..ગયા અઠવાડીએ આ દેશના જંગલોમાં લાગેલી અચાનક આગથી લગભગ પચ્ચાસ..કરોડ પશુ પક્ષીઓ જીવતા ભૂંજાઈ ગયા ને હજી પણ આ આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી! છતાંય તેને બુઝાવવાના પ્રયત્નો ચાલું જ છે..કેટલાય મકાનો બળી ગયા ને બસ્સો ઉપર માનવ વસ્તી પણ બળીને ખાખ થઈ ગઈ!
આ પણ એક કુદરતની કરામતછે
શું આપણે તેને કુદરતનો આ એક ન્યાય કહીશું કે પછી મોતને ભેટેલા પશુ પક્ષીના ખરાબ નસીબનો વાંક કાઢીશું!
ઇશ્વરના ઇશારા વગર એક ઝાડનું પાન પણ હાલતું નથી તો હરતા ફરતા જીવનો શો ભરોસો!