જોયા મેં દરેકના ગળામાં સવાલોના હાર.
સાચા કે ખોટા આપ્યા જવાબોના માર.
શું કરુ ? કરી પ્રભુને પ્રાર્થના સહાય સાર.
ખુલ્લા આભમાં રહેતાને આપો લાભ પાર.
મુશ્કેલીઓ અપરંપાર કરવા હળવો ભાર.
પકડી હાથ દરેકને વમળમાંથી બહાર.
દુનિયા અન્યાયોની છે,હવે તો પ્રગટો દ્વાર.
ચાલતું સદીઓથી ભરોસે તમારે ના થતી હાર.
જીવનનો બોજ ખમવા સહાય કરવા તાર.
અરજ સુણો પ્રભુ વંદન કરી વિનવે નાર.
દિપ્તીબેન પટેલ.'શ્રીકૃપા'
વડોદરા.