તમારા હાથની મધ્યમા આંગળી છે ખુબજ ખાસ, આવા જાતકોને મળે છે અપાર પ્રેમ
દરેક વ્યક્તિના હાથની આંગળીની બનાવટ અલગ અલગ પ્રકારની હોય છે. હાથની આંગળીની આ રચના પરથી કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય સંબંધિત જાણકારી મેળવી શકાય છે. આજે જાણી લો સામુદ્રીક શાસ્ત્રમાં જણાવાયેલું આંગળી સંબંધિત ફળકથન શું કહે છે.
જે લોકોના હાથની વચ્ચેની આંગળી પ્રથમ આંગળી તરફ વધારે નમેલી દેખાતી હોય તેઓ કોઈ અજાણ્યા માનસિક ડરથી પીડિત હોય છે. તેઓને આત્મગ્લાની ભાવના વધારે પ્રમાણમાં હોય છે. આ આંગળી અનામિકા તરફ ઝુકેલી હોય તેવા લોકો વિકૃત માનસિકતા ધરાવતાં હોય છે.
મધ્યમા આંગળીની નીચેના શનિ પર્વતનો ભાગ ઉપસેલો હોય તો આવા વ્યક્તિને શનિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે વ્યક્તિના હાથની પ્રથમ આંગળી અને બીજી આંગળી એક સમાન લંબાઈની હોય તેવા જાતક વધારે પડતાં જ મહત્વકાંક્ષી હોય છે. જેમની મધ્યમા આંગળી અનામિકાથી પણ નાની હોય તેઓ મૂર્ખામીભર્યા કામ કરી અને પોતાનું જ નુકસાન કરી બેસે છે.
જો અનામિકા અને મધ્યમા એક સમાન હોય તો આવા લોકો વ્યસની હોય છે. પરંતુ તેમને ધનલાભ પણ થાય છે. જેના હાથમાં એકદમ સીધી અને લાંબી મધ્યમા આંગળી હોય તેવા લોકો બુદ્ધિમાન હોય છે. તેઓનું ભવિષ્ય પણ ઉજળુ હોય છે. તેમને જીવનમાં પ્રેમ, પૈસો અને માન-સન્માન પ્રાપ્ત થાય છે.