નાગકેસરના બીજના છે અનેક ફાયદાઓ, પૂજામાં કરો આ રીતે ઉપયોગ
આપણી આસપાસ અનેક એવી વસ્તુઓ હોય છે કે જે જોવામાં ખૂબ જ સમાન્ય લાગે છે. પરંતુ તેમના દ્વારા થતા ચમત્કારોનો અંદાજ પણ લગાવી ન શકાય. આજે વાત કરીશું નાગકેસર વિશે. સામાન્ય રીતે તો આપણે નાગકેસરના બીજનો ઔષધ તરીકે જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ શાસ્ત્રોક્ત ઉપાય તમારું નસીબ પલટાવાની શક્તિ ધરાવે છે. તો આવો જાણીએ નાગકેસર વિશે, આર્થિક મુશ્કેલીઓના નિવારણમાં કેવી રીતે થાય છે તેનો ઉપયોગ.
નાગકેસરનું બીજ
નાગકેસરના બીજ વિશે માનવામાં આવે છે કે જો આ બીજ તમને રસ્તામાં જતા પણ મળી જાય તો તમારી આર્થિક સમસ્યા દૂર થઇ જશે. આ બીજ જે તે વ્યક્તિને મળે તો તેના ખીસ્સા ભરાવાની શરૂવાત થઇ છે તેમ સમજી લેવું. આ બીજ મળવું તે શુભ માનવામાં આવે છે.
નાગકેસરનું બીજ પ્રાપ્ત કરવું અઘરું છે
નાગકેસર નામ ભાગ્યે જ લોકોએ સાંભળ્યું હશે, ત્યારે તેના બીજની વાત કરીએ તો તે ભાગ્યે જ કોઇએ સાંભળ્યું કે જોયું હશે. જો કે નાગકેસર નામનું આ બીજ, એક એવી વનસ્પતિ છે જે સરળતાથી પ્રાપ્ત થતી નથી. આ બીજ દેખાવમાં મરી જેવા લાગે છે. જેનો ઉપયોગ પૂજા-વિધિમાં કરવામાં આવે છે.
ક્લેશ-કંકાસ દૂર કરે છે
નાગકેસરના બીજને પૂજા-વિધિમાં શુભ માનવામાં આવે છે. તથા ઘરમાં કોઇ વ્યક્તિ બીમાર હોય અથવા તો કોઇ ઝઘડો કે ક્લેશ થયો હોય તો આ બીજનો લેપ તૈયાર કરી માથા પર લગાવવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે, અને લડાઇ ઝઘડા સમાપ્ત થઇ જાય છે.
પૈસની તંગી દૂર થાય છે
જો ઘણા પ્રયત્ન પછી પણ તમને ધનપ્રાપ્તિ ન થતી હોય અને ઘરમાં આર્થિક તંગીનું વાતાવરણ હોય તો શુભ મૂહૂર્તમાં નાગકેસર અને પાંચ સિક્કા લઇને તેની પૂજા કરો. તેને એક કપડમાં લપેટી પોતાની દુકાન કે ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારે પૈસાની તંગીનો ક્યારેય સામનો નહીં કરવો પડે.
આ ઉપરાંત પીળા કાપડમાં નાગકેસર, તાંબા, સોપારી, હળદરનો ટુકડો, એક સિક્કો અને થોડા ચોખા બાંધવામાં આવે તો તેનાથી પૈસાની તંગી દૂર થાય છે.