હરેક પળ ને, એની એક ખુમારી હોય છે,
હરેક પળ ને, એની એક ખુમારી હોય છે,
બુંદ ઝાકળ ની,તોય ફૂલોની સવારી હોય છે
નમીને ઊભા છે જે રોજ, આ શિવાલયો માં,
એ ધન કુબેરોમાં ય કેવી એક ફકીરી હોય છે
માણી લે જિંદગી નો વૈભવ, હવે આ મોજથી,
ક્ષણે ક્ષણમાં ય એની છાંટ અમીરી હોય છે.
મોત પછી નહિ મળે આ જાહોજલાલી તને,
જીવતેજીવત જ સ્વજનોની કરીબી હોય છે
નરેશ ગજ્જર