હસ્તરેખા જ્યોતિષઃ જો હથેળી મોટી અને કોમળ હોય તો વ્યક્તિને મળી શકે છે તમામ સુવિધાઓ, પાતળી હથેળી ધરાવતા લોકો રહે છે ચિંતિત
જ્યોતિષની સૌથી પ્રામાણિક વિદ્યાઓમાંથી એક છે હસ્તરેખા. આ વિદ્યામાં હથેળીની બનાવટ, રેખાઓ અને હથેળીના પર્વત ક્ષેત્રના આધાર પર ભવિષ્યવાણી કરવામાં આવે છે. હથેળીની બનાવટ જોઇને સ્વભાવ અને આદતોની કઈ-કઈ વાતો જાણી શકાય છે.
- હસ્તરેખા જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિની હથેળી પાતળી અને સખત હોય તો તે વ્યક્તિ ચિંતિત રહે છે તથા મોટાભાગે ગભરાયેલો રહે છે.
- જે લોકોની હથેળી મોટી, ભારે અને કોમળ છે તો તે તમામ સુખ-સુવિધાઓ હાંસલ કરે છે. તેમની પાસે એશઆરામની તમામ વસ્તુઓ હોય છે.
- હસ્તરેખા મુજબ જે લોકોની હથેળી પાતળી અને કોમળ હોય છે તેમના સ્વભાવમાં આળસ વધુ રહે છે. તે આરામ પસંદ કરનારા હોય છે. આવા લોકો આળસના કારણે ઘણી વખત નુકસાનનો સામનો કરે છે.
- સખત હથેળી ધરાવતા લોકો મહેનતી હોય છે. જો હથેળી અને આંગળીઓ એકસરખા પ્રમાણમાં હોય તો તે વ્યક્તિ સ્થિર મન, મહેનતી, કોઈ પણ વાતને જલદી સમજનારો અને બધા સાથે સમાન વ્યવહાર કરનારો હોય છે.
- જે લોકોની હથેળીમાં ખાડો દેખાઇ છે, તેમને ભાગ્યનો સાથ નથી મળતો. હથેળીમાં ખાડો હોવો શુભ નથી માનવામાં આવતો. આવા લોકો પરેશાનીઓનો સામનો કરે છે.
જે લોકો ખૂબ સમજી-વિચારીને કામ કરે છે, સામાન્ય રીતે તેમની હથેળી મોટી હોય છે. આવી હથેળી ધરાવતા લોકો કોઈ પણ કામને ખૂબ સારી રીતે કરે છે અને તેમને સફળતા પણ મળે છે.
- જે વ્યક્તિની હથેળી સામાન્ય કરતા નાની હોય છે, તે યોજનાઓને યોગ્ય રીતે લાગૂ નથી કરી શકતા.