શુક્રવારે આ મંત્રોથી કરો લક્ષ્મી ઉપાસના, થશે ઈચ્છિત ફળની પ્રાપ્તિ
ૐ હિરણણ્ય વર્ણાં હરિણીં લક્ષ્મીં જાતવેદો મ આવહ. મંત્રના 1008 જાપ કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
શુક્રવારે શુભ ફળ મેળવવા માટે શુક્ર ગ્રહના મંત્રની એક માળા કરવી.
મંત્રઃ ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ
ૐ ભૂરિદા ભૂરિ દેહિનો, માદભ્રમ્ ભૂર્યાભર ભૂરિ વેદિન્દ્ર દિત્સસિ, ૐ ભૂરિ દાહ્યાસિ શ્રૃતઃ પૂરુની શુર વૃત્રહન આ નો ભજસ્વ રાધાસિ. આ મંત્રનો શુક્રવારે 21 વાર જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
શુક્રવારે હીરા, ચાંદી, ચોખા, સાકર, સફેદ કપડું, દહીં, સફેદ ચંદન વિગેરે વસ્તુઓનું દાન કરવાથી કે મંદિરમાં આપી દેવવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
શુક્રવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવો. સાથે જ ૐ નમઃ શિવાય મંત્રની એક માળા કરો. રુદ્રાક્ષ થકી શિવમંત્રનો જાપ કરો.
શુક્રવારે કોઈ પણ પરિણિત મહિલાને સૌભાગ્ય ચિહ્નો જેવા કે બંગડીઓ, કંકું, લાલ કપડું, ચાંદલા વિગેરેનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.