છીછરા ખાબોચીયાનું વમળ,,
અંતરની વાતોને ઓરતાનાં ઓરડા સુધી,
તારા તો આવવાનાં એંધાણ હ્રદય સુધી,
ભીતર પ્રગટાવું દિપ પ્રણયની વાત સુધી,
અસમંજસ હજુ વાતોના વિશ્વાસ સુધી,
દરિયાદિલી લાગણી કુદતી મોઝા સુધી,
મસ્તાનગી નદીની લ્હેરની સમુંદર સુધી,
પ્રગટ્યો પ્રેમ અંદર સરોવરને ટીપા સુધી,
પડ્યુ પ્રણય બિંદુ વાતોના સરોવર સુધી,
ઘુમરીએ ચડ્યું મન ઘેલું થયું વમળ સુધી,
પ્રેમ સંતાયો વાતોના બજાર 'તાલ સુધી,
છીછરાં ખાબોચીયાનું મન વિજ'વમ્ળ સુધી,
માંગે વાતોનો ઓળઘોળ પ્રેમ તરફેણ સુધી,
-વિજય vp