વહી જવા દે..
ના રોકીશ તું! આ વિચારોના વંટોળને કઈંક કહી જવા દે,
ના કરીશ રોકવાના પ્રયાસ મને, આજે ચોતરફથી વરસી જવા દે,
રહી જશે મનમાં ઘણા સંવાદ એને રસ્તો આપી દેવા દે,
ના કરીશ અટકાવાના પ્રયાસ એને વાચા આપી દેવા દે.
થોડું પણ નથી રાખવું બાકી એને પરીપૂર્ણ કહી જવા દે,
હીલોળે ચડેલા આ મનને શમાવવા કીનારો આપી દેવા દે,
અંતર ના આંગણે ઊભેલા ભાવોને આવકાર કરી લેવા દે,
ઊભરતી ચિત્તની ઊર્મિઓને આજે વ્યકત થઈ જવા દે,
અંધકાર બની ગયેલી જીવનની પળોને અજવાસ આપી જવા દે,
વરસોથી બંધ પડેલી વ્હાલની ડેલીઓને આજે ફરી ખોલી લેવા દે.
બસ, આ લાગણીઓના ધોધને આજે ફરી વહી જવા દે.