શું તમે આર્થિક તંગી અનુભવો છો? ખુબજ મહેનત કરવા છતા સફળતા નથી મળતી? ધાર્યુ પરિણામ ન મળતા નિરાશ થાવ છો આર્થિક સમસ્યાની ચિંતામાં રહો છો. તો ચિંતા કરવાને બદલે વાસ્તુવિજ્ઞાનના આ ઉપાયને અજમાવો જેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે.
શ્રીયંત્ર
વાસ્તુવિજ્ઞાનમાં શ્રીયંત્રને ખૂબ શુભફળદાયી ગણાવ્યું છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મીનું યંત્ર છે. એને ઘરમાં સ્થાપિત કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને નોકરી-ધંધામાં આવતી મુશ્કેલી દૂર થાય છે. શ્રીયંત્ર જો સ્ફટિકનું હોય તો વધારે પ્રભાવશાળી હોય છે. ધન વૈભવ સંબંધી મુશ્કેલીને દૂર કરવા માટે અને ઘરની ઉન્નતિ માટે શુકલપક્ષમાં કોઈપણ શુક્રવારે કે પછી દિવાળીની રાત્રે સ્ફટિક શ્રીયંત્રને પૂજા સ્થાનમાં સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરો.ધન સંપત્તિમાં વૃદ્ધિ માટે તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીની ચોકી રાખી શકો છો. લક્ષ્મીની સ્ફટિક ચોકી પર શ્રીયંત્રની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હંમેશાં ધન ધાન્ય રહે છે.
શંખ
શંખને વાસ્તુવિજ્ઞાન ઉપરાંત શાસ્ત્રોમાં પણ સુખ અને વૈભવ પ્રદાન કરનારું ગણાવ્યું છે. એમાં પણ સ્ફટિક શંખનું અલગ જ મહત્વ છે. સ્ફટિક શંખને કુબેરનું પ્રતીક ગણાય છે. કુબેર મહારાજ દેવતાઓના ખજાનચી છે, જેના ઘરમાં સ્ફટિકનો શંખ હોય છે તે ઘરમાં કુબેરની કૃપા બની રહે છે. આ વાસ્તુ દોષ દૂર કરીને ધન વૃદ્ધિ કરે છે.
સ્ફટિકના પિરામિડ
ઘર કે ઓફિસ બનાવતી વખતે ગમે તેટલા ઉપાય કરી લો. એમાં કોઈ ને કોઈ વાસ્તુદોષના કારણે આકાશીય ઊર્જા પ્રભાવિત થાય છે. જેથી સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર પણ પ્રતિકૂળ અસર થાય છે. વાસ્તુવિજ્ઞાન મુજબ ઘરમાં સ્ફટિકના પિરામિડ રાખવાથી અજાણ્યો કોઈ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે
લક્ષ્મી- ગણેશની મૂર્તિ
લક્ષ્મી અને ગણેશને શુભ-લાભ પ્રદાન કરનારા ગણાય છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરમાં લક્ષ્મી- ગણેશની મૂર્તિ રાખવાથી ધન આગમનમાં આવતી બધી સમસ્યાઓ દૂર થાય છે.
લક્ષ્મીના ચરણ
એવી માન્યતા છે કે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. આથી લોકો ઘરમાં લક્ષ્મીના ચરણ સ્ફટિક ચરણની પૂજા કરાય તો વધારે ફળદાયી ગણાય છે. એવું કહેવાય છે કે આનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
હનુમાનજીની મૂર્તિ
વાસ્તુવિજ્ઞાન મુજબ હનુમાનજીની મૂર્તિ ઘરમાં રાખવાથી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ સિવાય અન્ય સમસ્યાથી પણ મુક્તિ મળે છે. આથી શનિ અને રાહુના પ્રતિકૂળ પ્રભાવમાં કમી આવે છે. નિયમિત એની પૂજાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ શક્ય છે.
સ્ફટિકની એક નાની ગોળી
સ્ફટિકની ગોળીને કેતુના પ્રતિકૂળ પ્રભાવથી રક્ષા કરતું ગણાવી છે. સ્ફટિકની એક નાની ગોળી કે પારો હંમેશાં સાથે રાખો. આથી ખરાબ નજર અને જાદુ ટોણાના પ્રભાવથી બચાવ થાય છે. આ આકસ્મિક ઘટનાઓ અને દુર્ઘટનાથી પણ રક્ષા કરવામાં કારગર છે. વિદ્યાર્થી અને શિક્ષણના ક્ષેત્રથી સંકળાયેલ લોકોને ઘરમાં સરસ્વતિની મૂર્તિ રાખવી જોઈએ. કલા જગતથી સંકળાયેલા લોકો માટે પણ દેવી સરસ્વતિની સ્ફટિકની મૂર્તિ લાભપ્રદ હોય છે.
દેવી દુર્ગાની મૂર્તિ
મા દુર્ગા બધા પ્રકારના ભયને દૂર કરતી ગણાય છે. દેવી દુર્ગાની મૂર્તિ ઘરમાં રાખવાથી ભૂમિ સંબંધી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. માણસ સંપત્તિવાન અને સુખી થાય છે. જેના ઘરમાં દેવીની સ્ફટિકની મૂર્તિ હોય છે તેના ઘરમાં ચોરી અને અન્ય મુશ્કેલીઓથી ભય રહેતો નથી.
પંચમુખી હનુમાનની મૂર્તિ
પંચમુખી હનુમાન ખૂબ ચમત્કારિક ગણાય છે. તંત્ર-મંત્ર સિદ્ધિઓ માટે હનુમાનજીના આ રૂપની આરાધના કરાય છે. પંચમુખી હનુમાનની મૂર્તિ જેના ઘરમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
કુમાર કાર્તિકેયની મૂર્તિ
કુમાર કાર્તિકેય મંગળ ગ્રહના સ્વામી છે. એમની સ્ફટિકની મૂર્તિ ઘરમાં રાખવાથી માંગલિક દોષથી પ્રભાવિત માણસને લાભ મળે છે.