આ એક ઝાડના મૂળના પ્રયોગથી ભિખારી પણ થઈ જાય છે રાજા
આજે અમે તમારા માટે એક ખાસ પ્રયોગ લાવ્યા છીએ જેનો ઉપાય માત્રથી ભિખારી પણ થઈ જાય છે રાજા. ધર્મ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલ કેટલીક વનસ્પતિઓ એવી છે જેનો આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી ઉપાય કરીએતો આપણા ભાગ્યનો ઉદય થાય છે.
સાથે સાથે વ્યક્તિનો જ્યારે પણ ભાગ્યોદય થાય છે નિશ્ચીત રીતે સફળતાને વરે છે. તો તમે પણ કરો આ સરળ ઉપાય માતા લક્ષ્મીજીની અસીમ કૃપા ઉતરશે. મોટા ભાગે વ્યક્તિ ધન સમસ્યાથી ખુબજ પરેશાન રહે છે રોગ પણ તેનો કેડો નથી છોડતો. કેટલાક લોકો ધનતો કમાઈ શકે છે પણ રોગ તેને ઘેરી લે છે.
ખુબજ સારી આવક હોવા છતા ઉન્નતિ કે પ્રગતિ નથી થતી. જેટલી કમાણી કરે છે તેટલો સામે વ્યય થઈ જાય છે. આવામાં નિરાશા, હતાશા તેને ચારેતરફથી ઘેરી લેછે. પતન થતું તે નરી આંખે જોતો રહે છે અને કંઈ ખાસ કરી શકતો નથી.
ક્યા દિવસે કરવાનો છે આ ઉપાય?
આ પ્રયોગ માત્રથી તમને આશ્ચર્યજનક લાભ થશે. તમારે આ ઉપાય ફક્ત રવિવારના દિવસે જ કરવાનો છે. કેટલાક વૃક્ષોના મૂળમાં એટલા લાભકારી ગુણો હોય છે જેનો ઉપયોગ કરવાથી કે પાસે રાખવા માત્રથી ખુબજ ફાયદો થાય છે.
આ પ્રયોગ કરશો તો તમે જોશો કે ધનપ્રાપ્તીના અલગ અલગ માર્ગ મોકળા થશે. સર્વ પ્રથમ રવિવારના દિવસે નાહી ધોહીને આ પ્રયોગ કરવો. પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા. જો તમારી પાસે પીળા કલરના કપડા ન હોય તો પીળો રૂમાલ પાસે રાખો.
કેવી રીતે કરશો આ ચમત્કારીક ઉપાય?
તમારી પાસે રહેલા પીળા કપડાને માથા પર રાખો ત્યારબાદ જ્યાં કેળાનું વૃક્ષ આવેલુ છે ત્યાં જાવ તેને નતમસ્તક જૂઓ. આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે આ પ્રયોગ કરતા હો ત્યારે તમને કોઈ ટોકે નહી નહીંતો ધાર્યુ પરિણામ નહી મળે. આ પ્રયોગ ચુપચાપ રીતે રવિવારના દિવસે કરો.
જો એ દિવસે ગુરૂ-પુષ્ય નક્ષત્રનો યોગ હોય તો પછી કહેવું જ શું?એ કેળાના ઝાડ પાસે જઈને કેળાના ઝાડના મૂળ લેવાના છે. થોડી પણ મળશે તો તમારૂ કામ થઈ જશે. એ મૂળને તમારી પાસે સંભાળીને રાખી લો. ત્યારબાદ એ મૂળને ગંગાજળથી ધોઈ પીળા કપડામા વીટી દો તે પોટલીને તિજોરી કે પર્સમાં રાખો.
આ એક નાનકડા પ્રયોગ બાદ તમારા ધન પ્રાપ્તિના માર્ગ મોકળા થશે. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ તરક્કી થશે જીવન ખુશીઓથી છલકાશે.