ઘરમાં જો હશે આ દોષ તો તમારૂ જીવન થઈ જશે બરબાદ, તમામ ખુશીઓથી હાથ ધોઈ બેસશો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર વાસ્તુ દોષ થાય તો ઘર-પરિવાર અને પરિવારના તમામ સભ્યો વચ્ચે થશે કલહ, અશાંતિ અને અંદરોઅંદર મતભેદના કારણે વાતાવરણ થઈ જશે ખરાબ. ઘરના વાસ્તુને એ રીતે રાખો જેનાથી કોઈ વાસ્તુ દોષ ન થાય.
ધરના વાતાવરણની સીધી અસર પરિવાર પર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેવા તમામ લોકો પર વાસ્તુદોષની અસર પડે છે. આથી તાત્કાલીક રીતે આવો વાસ્તુ દોષ દૂર કરવો જોઈએ. નહીંતો આની ખુબજ ખરાબ અસર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવી 10 વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યુ છે જે ઘરની આસપાસ હોય તો ખુબજ મોટો વાસ્તુદોષ થાય છે. આજે તમને જણાવીશું એવા 10 વાસ્તુદોષ અંગે જેનાથી જીવન થઈ જાય છે બરબાદ.
પશ્ચિમ દિશામાં જળ વ્યય
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર પશ્ચિમ દિશાની તરફ જળ વહે તેને ખુબજ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં જળ પ્રવાહ વહે તો ધનની હાની થાય છે. એટલું જ નહી આ દિશામા વાસ્તુના કારણે ઘરના મુખિયા કે મોભીની બદનામી થશે.
કાંટાવાળા છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર કાંટાવાળો છોડ ખુબજ હાનિકારક માનવામાં આવે છે. આવુ માનવા પાછળનું કરાણ છે કે જે ઘરની આસપાસ કાંટાવાળા છોડ હોય ત્યાં શત્રુઓ વધે છે. પારિવારિક જીવનમાં ખટરાગ રહે છે. પરિવારમાં બીમારીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે.
પથ્થર
ઘરની આગળ પથ્થર પડ્યા હોય તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખુબજ ખરાબ અસર થાય છે. આનાથી જીવનની તરક્કી રોકાઈ જાય છે. વ્યક્તિના જીવનના તમામ ક્ષેત્રમાં બાધાઓ દૂર થઈ જાય છે. તમામ ક્ષેત્રે નીરાશા સાંપડે છે.
ઘરની બહાર કચરાપેટી
ઘરની બહાર કચરાપેટી વાસ્તુની દૃષ્ટીએ ખુબજ કષ્ટદાયક માનવામાં આવે છે. ઘરની બિલ્કુલ બહાર કચરાનો ઢગ ખડકાયેલો હોય તો ઘર-પરિવારના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
વિજળીનો થાંભલો
ઘરની બહાર વિજળી થાંભલો વાસ્તુની દૃષ્ટીએ ખુબજ અનિષ્ટકારક માનવામા આવે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે રહેલ વિજળીનો થાંભલો પરિવરાની સુખ શાંતી હણી લે છે.
ઘટાદાર વૃક્ષ
ઘરની બહાર કોઈ પણ પ્રકારનું ઘટાદાર વૃક્ષ ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરી શકે છે.
ઘરની આગળ વેલ
વાસ્તુ અનુસાર દરની આગળ કોઈ પણ પ્રકારની વેલ વસ્તુઓ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.
ઉંચી સડક
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દહેલીજ એટલે કે મુખ્ય દ્વારથી ઉંચી સડક હોય તો કષ્ટદાયક હોય છે. તેનાથી ઘરના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય બગડેલુ રહેલુ છે. માનસીક સ્વાસ્થ્ય પણ બગડેલું રહે છે.
દૂધ નીકળે તેવા છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર દૂધ નીકળે તેવા છોડ રાખવાથી ખૂબજ મોટો વાસ્તુ દોષ થાય છે. સાથે સાથે ઘરના લોકો વચ્ચે કંકાસ થયા કરે છે. આમ આ વાતની ખાસ કાલજી રાખો કે આવા કોઈ વસ્તુઓ તો નથીને તમારા ઘરની આસપાસ. આવી વસ્તુઓથી થાય છે વાસ્તુદોષ
દૂધ નીકળે તેવા છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર દૂધ નીકળે તેવા છોડ રાખવાથી ખૂબજ મોટો વાસ્તુ દોષ થાય છે. સાથે સાથે ઘરના લોકો વચ્ચે કંકાસ થયા કરે છે. આમ આ વાતની ખાસ કાલજી રાખો કે આવા કોઈ વસ્તુઓ તો નથીને તમારા ઘરની આસપાસ. આવી વસ્તુઓથી થાય છે વાસ્તુદોષ