સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ, આંખ ઉપરની પાંપણનું પણ મહત્વ આંકવામાં આવ્યું છે. કુદરતે આંખના રક્ષણ માટે પાંપણ અને તેની સાથે જડાયેલાં પોપચાઓ આપેલાં છે. પાંપણ તો આંખના દ્વાર જેવી છે. આંખ સામે જ્યારે કોઈ વસ્તુ ધસી આવે છે ત્યારે ઉપરની પાંપણ બિડાઈ જઈને-આંખને ઢાંકી દઈને એનું રક્ષણ કરે છે. એટલું જ નહીં. પરંતુ ઉપર-નીચેની પાંપણ રજકણથી પણ આંખને બચાવતી રહે છે.
પુરુષ કરતાં સ્ત્રીમાં વધુ ચંચળતા હોય છે એટલે સ્વાભાવિક જ સ્ત્રીની આંખમાં વધુ ચંચળતા હોવી જોઈએ અને તેમાંય જે સ્ત્રીઓ વધુ ચંચળ હોય છે તેની પાંપણો ઘણી વધારે ચંચળ હોય છે. ચંચળ સ્ત્રીઓના દેહ પ્રતિ દ્રષ્ટિ માંડશો તો જ્યારે તે ઊભી હોય, બેઠી હોય કે કંઈક કામ કરતી હોય છે ત્યારે તેનાં બધાં અંગોમાં ચેતનનો સંચાર દ્રષ્ટિમાન થતો હોય છે આવી સ્ત્રીઓ એક જ જગ્યાએ વધુ સમય સ્થિર બેસી શકતી નથી.
આ સ્ત્રીઓના સમય સમયનાં હાસ્યમાં પણ વિવિધતા જોવામાં આવે છે, પરંતુ એ વિશે નિષ્ણાંતો કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શક્યા નથી. ભાગ્યશાળી સ્ત્રીઓની પાંપણ ચમકીલી, મજબૂત, ઝીણી, સરખી અને ચડ-ઉતર હોય છે. આવા પ્રકારની સ્ત્રીઓમાં એવી પણ વિશિષ્ટતા જોવામાં આવી છે કે તે સાધારણ રીતે કોઈપણ પરિસ્થિતિમાંથી ઉત્તરોઉત્તર ઉન્નતિ સાધતી હોય છે.
જે વ્યક્તિઓ ઉઘાડ-બંધ થતી રહે છે. આ એક એટલું સાહજિક અને સ્વાભાવિક કાર્ય છે કે તેનો આપણને ખૂબ જ ઓછો ખ્યાલ આપે છે. પાંપણ અને ભ્રમર સર્જવાનો પરમાત્માનો ઉદેશ આંખનું રક્ષણ કરવાનો છે. ખાસ કરીને પરિશ્રમી વ્યક્તિઓના કપાળે પરસેવો થાય છે અને તે નીચે વહેવા માંડે છે ત્યારે ભ્રમર, પાંપણ અને પોપચા આંખનું રક્ષણ બની રહે છે. પાંપણ, આંખ ઉપરના પોપચામાં અને નીચેના પોપચામાં એમ, બંને જગ્યાએ હોય છે.
ભાગ્યશાળી સ્ત્રીઓની પાંપણ ચમકીલી, મજબૂત, ઝીણી, સરખી અને ચડ-ઉતર હોય છે. આવા પ્રકારની સ્ત્રીઓમાં એવી પણ વિશિષ્ટતા જોવામાં આવી છે કે તે સાધારણ રીતે કોઈપણ પરિસ્થિતિમાંથી શાંત હોય છે.
જે સ્ત્રીઓની પાંપણ એક છેડાથી બીજા છેડા સુધી સરખી હોય તેમ જ ખીચોખીચ ભરેલી હોય તો તે સૌભાગ્યસૂચક ગણવામાં આવી છે. આવી સ્ત્રીઓને પતિ તરફનું સુખ સારું જોવામાં આવ્યું છે. જે પુરુષોની પાંપણ એક છેડાથી બીજા છેડા સુધી સરખી, ભરાવદાર તેમજ વ્યવસ્થિત હોય તો તેઓ સુખી અને સ્વાસ્થ્ય ભર્યું જીવન વ્યતિત કરે છે.
જે સ્ત્રીઓની પાંપણ બિલકુલ સીધી સોટી જેવી રહેતી હોય અને દરેક પાંપણ સરખી હોય તો તેવી જીદ્દી સ્વભાવની હોય છે. આવી વ્યક્તિઓ પોતાના મગજમાં આવેલાં તર્કને, ગમે તેવા વિષમ સંજોગો ઉપસ્થિત થાય છતાં વળગી રહેતી હોય છે. પાંપણ વગરની સ્ત્રીઓનો સ્વભાવ જલદી સમજી શકાતો નથી. તેમનું જીવન એક સરખી પરિસ્થિતિમાં તેમજ તેના અમુક પ્રકારના ખાસ સ્વભાવમાં ફેરફાર થતો જ રહે છે. આવી સ્ત્રી કોઈના ઉપર વિશ્વાસ રાખી શક્તી નથી તેમજ તેના ઉપર કોઈ વિશ્વાસ રાખતું નથી.
જે વ્યક્તિઓની પાંપણ જાડી એટલે શરૂઆતમાં જાડી અને અંત ભાગમાં અણીદાર હોય તેઓ કામશાસ્ત્ર વિશે ખૂબ જ વિશિષ્ટ સ્વભાવ ધરાવતા હોય છે. વીંછીના ડંખ જેવી પાંપણ રાવનાર સ્ત્રીઓમાં એવી પણ વિશેષતા જોવામાં આવે છે કે તેના પ્રત્યે પુરુષોનું આકર્ષણ અનહદ પ્રમાણમાં હોય છે. અન્ય લોકો એના તરફ આકર્ષાય એવી એની વાચાળતા હોય છે.
જે સ્ત્રીઓની આંખની પાંપણ અંદરના ભાગમાં વળેલી હોય તેને કુટિલ ગણવામાં આવી છે. તેના જીવનને જલદી સમજી શકાતું નથી. જે વ્યક્તિની પાંપણ એક સરખી ન હોય અથવા છેડા ઉપરથી વળેલી હોય તે વિચિત્ર પ્રકારનો સ્વભાવ ધરાવે છે.