ASTROLOGICAL :: Venus Situation Important For Happy Marriage Life
તમારી ઉપર શુક્રની મહેરબાની હશે તો જ, મળશે તમને લગ્નજીવનનું સુખ !
જન્મકુંડળીમાં દાંપત્યજીવનનો વિચાર કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી કેટલીક મહત્વની બાબતોમાં શુક્રની સ્થિતિનો વિચાર કરવાનો હોય છે. શુક્ર લગ્નજીવનનો કારક ગ્રહ ગણવામાં આવે છે. અસુરોનાં ગુરૂ એવા આ ભૃગુ ઋષી (શુક્ર) શરીરનો બાંધો, ચહેરાનું તેજ, સંગીત, સાહિત્ય, શૃંગાર અને કામવાસનાં ઉપર આધિપત્ય ધરાવે છે. ભારતીય શાસ્ત્રોમાં મનુષ્ય માટે જે ચાર આશ્રમોને દર્શાવ્યા છે તેમાં એક ગૃહસ્થાશ્રમ બાકીનાં ત્રણેય આશ્રમોની પરિપકવતા દર્શાવે છે. જેનો ગૃહસ્થાશ્રમ ભંગ થયો અથવા દુષિત થયો એ પુરૂષ કે સ્ત્રી પોતાના જીવનનાં બાકીનાં કાળમાં કશુય પૂર્ણ કરી શકવા અસમર્થ બનતો હોય છે. ગીતામાં પણ ભગવાન પુરૂષોત્તમે “સ્વધર્મ સુખાય” કહીને પોતાના ધર્મને પુરી જવાબદારી પૂર્વક પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.
આગળ વાંચો જન્મ કુંડલીમાં શુક્ર કયા ભાવમાં અને કયા ગ્રહ સાથે યુતિ કરે ત્યારે કેવું સુખ આપે છે...
જન્મકુંડળીમાં પ્રથમ ભાવે શુક્ર હોય તો એ જાતકનું વ્યકિતત્વ મોહક તો બનાવે જ છે સાથે એક પ્રકારની રમતીયાળ વૃત્તિ પણ આપે છે. ભ્રમર વૃત્તિ ધરાવતા આવા જાતકો પોતાના લગ્નજીવનને ગંભીરતાપૂર્વક પૂર્ણ કરવાની સાથે સાથે એક કરતા વધુ સ્ત્રીઓને પસંદ કરતા હોય છે. પ્રથમ ભાવે રહેલો કન્યા રાશીનો શુક્ર આવા જાતકનાં લગ્નયોગમાં વિલંબ ઉભો કરતો જોવા મળે છે.
-જન્મકુંડળીમાં શુક્રની સાથે મંગળની યુતિ થઈ હોય તો તમસ્ અને રાજસ પ્રકૃતિનો સમન્વય થાય છે. અને આ યુતિ માણસને સતત વિજાતિય આકર્ષણ આપે છે. ઈન્દ્રીય નિગ્રહ જેવો શબ્દ આ જાતક માટે કોઈ મહત્વ ધરાવતો નથી. આ યુતિ ઉપર જો શનિ કે રાહુ ની દ્રષ્ટિ હોય તો જાતકનું ચારિત્ર્ય અવશ્ય શિથીલ બનતું જોવા મળે છે. એકથી વધુ વાર લગ્ન થવા કે એક કરતા વધુ સ્ત્રી સાથે જાતિય સબંધ રાખવો એ આવા જાતકો માટે બહુ સહજ બનતું જણાય છે. શુક્ર - મંગળની યુતિ કામવાસનાને સતત પ્રજવલિત રાખે છે. એક બાબત નોંધનીય છે કે આ જાતકોનું સ્ત્રી દાક્ષિણ્ય સુંદર હોય છે.
જન્મકુંડળીમાં શુક્ર - રાહુ ની યુતિ પણ જાણકારો ઈચ્છનીય ગણતા નથી. આવા જાતકોને વિજાતિય સુખમાં સતત વિક્ષેપ અનુભવાય છે. શીધ્ર સ્ખલનથી પણ પીડાતા હોય છે. જાતિય સુખમાં સતત અનુભવાતો અસંતોષ આ જાતકોને વ્યસની અને માનસિક નર્બિળતાનો શિકાર બનાવે છે. અંહિ શુક્ર જો નીચનો કે વક્રી થઈને વધુ નર્બિળ કે દુષીત થયો હોય તો જાતક વ્યભીચારી અને બે આબરૂં બને છે. આમ શુક્ર - રાહુની યુતિ, પ્રતિયુતિ કે દ્રષ્ટિ સબંધ જાતકનાં લગ્નજીવનને દુ:ખી બનાવે છે.
-જન્મકુંડળીમાં શુક - ચંદ્રની યુતિ થઈ હોય તો જાતક વધુ પડતા લાગણીશીલ અને સંવેદનશીલ બને છે. લાગણીનાં અભાવમાં ઝુરતા લોકો બીજાની સહાનુભુતિ મેળવવા માટે વલખા મારે છે. સ્ત્રીઓ સાથેનાં સબંધોમાં આ લાગણી કયારેય ચીરકાલીન હોતી નથી. જાતિય સબંધ પછીનાં વ્યવહાર અને વર્તનમાં જોવા મળતું પરિવર્તન આ જાતકનાં ચારીત્ર્યનો પુરાવો બને છે.