બુધવારના 6 મંત્ર બોલીને કરવી જોઈએ ગણેશજીની પૂજા અને ઘીનો દીવો પ્રગટાવી ચઢાવો દૂર્વાની 21 ગાંઠ
ગણેશજીને શિવજીએ પ્રથમ પૂજ્ય હોવાનો વરદાન આપ્યો હતો. તેના કારણે દરેક કામની શરૂઆતમાં ગણપતિની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. ગણેશજીની કૃપાથી બધા કામ કોઈ પણ મુશ્કેલી વિના જ પૂરા થઈ શકે છે દરેક બુધવાર ગણેશજીની પૂજા વિશેષ રૂપથી કરવી જોઈએ. અહીં જાણો ગણપતિ પૂજામાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
- ગણેશજીની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. પૂજા કરીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો.
- બુધવારના શ્રીગણેશના 6 નામ મંત્રોના જાપ કરો. જાપની સંખ્યા 108 હોવી જોઈએ.
ऊं मोदाय नम:
ऊं प्रमोदाय नम:
ऊँ सुमुखाय नम:
ऊं दुर्मखाय नम:
ऊं अविध्यनाय नम:
ऊं विघ्नकरत्ते नम:
- ગણેશજીને સિંદૂર, ચંદન, જનોઇ, દૂર્વા, લાડુ અથવા ગોળથી બનેલી મીઠાઈનો પ્રસાદ ધરાવો. ધૂપ-દીપ કરીને આરતી ઉતારો.
- ગણેશ પૂજાની સાથે જ કોઈ ગરીબને ઘરમાં બેસાડીને ભોજન કરાવો. ધનનું દાન કરો.
कलौ चंडी विनायकौ એટલે કે કળયુગમાં ગણેશજી અને દુર્ગા જલદી સિદ્ધિ પ્રદાન કરે છે. એટલે શ્રીગણેશની સાથે જ માતા દુર્ગાની પણ પૂજા કરો.