With Grace Of This Shivling Atal Bihari Vajpayee Became India's Prime Minister
આ પ્રાચીન ચમત્કારી શિવલિંગના આશીર્વાદથી અટલજી બન્યા હતાં વડાપ્રધાન
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો 25 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો, તેમનું પેતૃક ગામ બટેશ્વર આગરાથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે. એક સમયે અટલજીનું ગામ ડાકુઓના કારણે પ્રખ્યા હતું પણ હવે આ ગામ શિવ મંદિરોના કારણે પ્રખ્યાત છે. યમુના નદીના કિનારે આવેલા આ શહેરમાં આજે પણ અટલજીના પરિવારના સભ્યો રહે છે. અહીં અમે જણાવી રહ્યા છીએ અહીં આવેલા એક ખાસ મંદિર વિશે જ્યાં બધાંની મનોકામના પૂર્ણ થાય છે અને કઈ રીતે બન્યાં અટલજી વડાપ્રધાન.
અહીં યમુના કિનારે 101 શિવ મંદિર છે, તેમાંથી જ એક છે મોટેશ્વર મહાદેવ મંદિર. ગામના લોકો અને અટલજીના પરિવાર મુજબ મોટેશ્વર મહાદેવની કૃપાથી જ અટલજી દેશના વડાપ્રધાન બન્યા હતા.
અટલજીના પરિવારના સભ્યો કહે છે કે અટલજી પરિવારના કાર્યક્રમોમાં ભાગ લેવા અહીં આવતાં હતાં. તે યમુનામાં સ્નાન કર્યા બાદ મંદિરોના દર્શન માટે જતાં રહ્યા. જ્યારે તે મોટેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા તેમને કહેવામાં આવ્યુ કે જે પણ વ્યક્તિ આ શિવલિંગને પોતાની બાથમાં ભરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.
અટલજી બધાંની વાત સાંભળી રહ્યા હતાં, એટલામાં ગામના એક વડીલે કહ્યુ બેટા તમે પણ પોતાના માટે કંઈ માંગી લો.
પહેલાં તો અટલજીને થોડોક સંકોચ થયો, થોડી વાર બાદ જમીન ઉપર બેસી ગયા અને શિવલિંગને પોતાની બાંહોમાં ભરી લીધું, ત્યારબાદ કહ્યુ મને દેશનો વડાપ્રધાન બનાવી દો. સમયની સાથે તેમની આ મનોકામના પણ પૂર્ણ થઈ હતી.
શિવલિંગની ઊંચાઈ એક મીટરથી વધુ છે. 1962માં આવેલા ભયંકર પૂરમાં આખું મંદિર તણાઈ ગયું હતું માત્ર શિવલિંગ જ બચ્યું હતું. ત્યાર પછી અસ્થાયી રૂપે મંદિર બનાવી દેવામાં આવ્યુ છે. કહેવાય છે કે મંદિરમાં આવનાર કેટલાક લોકો શિવલિંગને પોતાની બાંહોમાં ભરવાના પ્રયાસ કરે છે પણ બધાં તેમાં સફળ થતાં નથી.
અંગ્રેજોએ લખેલા ઈતિહાસ મુજબ આગરાના તાજમહેલથી પહેલાં બટેશ્વરમાં સફેદ પથ્થરના 2 મંદિર હતાં. શોધમાં એક શિલાલેખ પણ મળી આવ્યુ હતું જે હવે લખનઉના સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યો છે.
બટેશ્વર એક પ્રખ્યાત તીર્થસ્થળ છે જેમાં સતયુગ, ત્રેતા, દ્વાપર યુગનો ઈતિહાસ છુપાયેલો છે. અહીં જૈન તીર્થંકર નેમિનાથનું જન્મસ્થળ છે. આ પ્રાચીન તીર્થસ્થળનો ઉલ્લેખ લિંગ પુરાણ, મત્સ્ય પુરાણ, નારદ પુરાણ અને મહાશિવપુરાણમાં પણ મળે છે. દિવાળીથી પહેલાં અહીં વિશાળ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે.