Kundalini Improve Mental Morbidity Hatch
માંનસિક સ્થિત બગડવી અથવા યોગ્ય રીતે મગજનો ઉપયોગ ના કરવો.જો કોઇ વ્યકિતની માનસિક સ્થિતિ બગડી જાય છે તો તે વ્યકિત પાગલ પણ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડલીમાં માનસિક સ્થિતિ બગાડનારા યોગ બની રહ્યાં છે તો સાવધાન રહેવાની ખાસ આવશ્યકતા હોય છે. આવાં અશુભ પ્રભાવોને દુર કરવા માટે જ્યોતિષી ઉપાય કરી શકાય છે. અહીંયા જાણો કુંડલીનાં કેટલાંક એવા ગ્રહ યોગ જે વ્યકિતની નબળી માનસિક સ્થિતિને દર્શાવે છે.
કુંડળીમાં આવા યોગ બનાવે છે વ્યકિતની માનસિક સ્થિતિને કમજોર
- જો કોઇ વ્યકિતની કુંડલીમાં ચંદ્ર,બુધની યુતિ(એક સાથે હોવું) કુંડલીનાં કેન્દ્ર સ્થાનમાં હોય અથવા બંને ગ્રહો લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં સ્થિત હોય તો વ્યકિત અલ્પબુદ્ધિ વાળા હોઇ શકે છે.
- કુંડલીમાં ભાગ્ય અર્થાત સંતાન ભાવમાં સૂર્ય-ચંદ્ર હોય તો વ્યકિતનો માનસિક વિકાસ યોગ્ય રીતે નથી થઇ શકતો.
- ગુરુ અને શનિ કુંડલીનાં કેન્દ્ર ભાવમાં સ્થિત હોય અને શનિવાર અને મંગળવારનો જન્મ હોય તો વ્યકિતની માનસિક સ્થિતિ બગડી શકે છે.
આગળ જાણો આવાં જ કેટલાંક યોગ અને આ અશુભ યોગોને દુર કરવાનાં સચોટ ઉપાય...
જો કોઇ વ્યકિતની કુંડલીમાં મંગળ સપ્તમ સ્થાનમાં અને લગ્ન અર્થાત પ્રથમ ભાવમાં ગુરુ હોય તો કોઇ ઘટનાથી વ્યકિતની માનસિક સ્થિતિ બગડી શકે છે.
- જો કુંડલીમાં નબળો ચંદ્ર, શનિ સાથે દ્ધાદશ ભાવમાં સ્થિત હોય તો વ્યકિતને માનસિક સ્તર પર હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.
- આ લોકોની કુંડલીમાં મંગળ પંચમ, સપ્તમ અથવા નવમ ભાવમાં હોય તો પણ માનસિક સ્થિતિ માટે યોગ્ય નથી માનવામાં આવતું.
- નબળો બુધ કેન્દ્ર ભાવમાં અથવા પ્રથમ ભાવમાં બેઠો હોય તો વ્યકિત મંદબુદ્ધિનો હોઇ શકે છે.
આ અશુભ યોગોથી બચવાનાં ઉપાયો
- ગૌમૂત્રનું સેવન કરો.
- બુધનાં મંત્રોનો જાપ કરો.
- દરરોજ શિવજીની વિધિ-વિધાનથી પૂજા કરો.
- બુધવારનાં દિવસે ગાયોને ઘાસચારો ખવડાવો.
- દરરોજ હનુમાન ચાલીસાનાં પાઠ કરો.
- બુધવારે ગણેશજીને દૂર્વા અને લાલ ફૂલ અર્પણ કરો.
- કોઇ વિશેષજ્ઞ જ્યોતિષી સાથે પરામર્શ કરી અશુભ યોગોનો જ્યોતિષી ઉપચાર કરાવવો જોઇએ.
અહીં જણાવેલાં બધા યોગોની સાથે જ કુંડલાનાં અન્ય યોગો અને ગ્રહોની સ્થિતિનું પણ અધ્યયન કરવું જોઇએ. કેટલીક પરિસ્થિતિઓમાં બીજા ગ્રહોનાં પ્રભાવથી આ અશુભ ફળ સ્વત: જ સમાપ્ત થઇ જાય છે. પૂર્ણ કુંડલીનું અધ્યયન કર્યા બાદ જ સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રીનાં માર્ગદર્શન હેઠળ કુંડલીમાં રચાતા ખરાબ યોગો માટે પૂજા કરી વિધાન મુજબ તેમાંથી મુકત થઇ શકાય છે અને જીવનને સફળ બનાવી શકાય છે.