મહાભારતમાં શ્રીકૃષ્ણે જણાવ્યુ છે ક્યા લોકોને મળે છે તમામ સુખ અને ક્યા કારણોથી વ્યક્તિ કાયમ રહે છે પરેશાન
મહાભારત યુદ્ધ પહેલા અર્જુને શ્રીકૃષ્ણને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતામાં શ્રીકૃષ્ણે અનેક એવી નીતિઓ જણાવી છે, જેનું પાલન કરવા પર આજે પણ મનુષ્યના દુખ અને તમામ શંકાઓ દૂર થઈ શકે છે. અહીં જાણો શ્રીકૃષ્ણની જણાવેલી 10 વાતો જેનાથી આપણી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
- જે વ્યક્તિ સમય-સમય પર દાન અને તપસ્યા કરે છે, કાયમ સાચુ બોલે છે અને પોતાની ઇન્દ્રિઓને પોતાના વશમાં રાખે છે, આવી વ્યક્તિને તમામ સુખ મળે છે.
- જે મનુષ્ય માતા-પિતાની સેવા કરે છે અને ભાઈઓના પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવના રાખે છે, એવા લોકો કાયમ પ્રસન્ન રહે છે.
- જે લોકો રોજ સ્નાન, દાન, હવન, મંત્રોચ્ચારણ અને દેવપૂજન કરે છે, તેને જીવનમાં દરેક સુખ પ્રાપ્ત થાય છે.
- ભગવાન વિષ્ણુ, એકાદશીનું વ્રત, ગંગા નદી, તુલસી, બ્રાહ્મણ અને ગાય - આ 6 જ સંસારમાં મુક્તિ મેળવવાનો માર્ગ બને છે, એટલે આ બધાની પૂજા-અર્ચના કરવી જોઈએ.
- ગોમૂત્ર, છાણ, ગાયનું દૂધ, ગોધૂલિ, ગોખુર અને પાકથી લહેરાતુ ખેતર જોવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે.
- જે પુરુષ પોતાની બધી કામનાઓનો ત્યાગ કરીને અંહકાર રહિત અને ક્રોધરહિત થઈ જાય છે, તે શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
- જે મનુષ્ય દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહે છે, જેનું મન સુખ અને દુખ, બંનેમાં શાત રહે છે અને લાભ-નુકસાન બંને સ્થિતિમાં એક સરખો વ્યવહાર કરે છે, તે સુખી રહે છે.
- જે વ્યક્તિ કોઈ સાથે દુશ્મની નથી કરતો, કોઈથી આશા નથી રાખતો, એવા મનુષ્ય પરમ આનંદ પ્રાપ્ત કરે છે.
- જે લોકો હિંસા કરે છે, નાસ્તિક વ્યક્તિના ઘરે જઈને રહે છે, કાયમ મોહમાં ફંસાયેલા રહે છે, એવા લોકો પરેશાન થતા રહે છે.