Learn About The Woman In Written 3 Stories To Create A Successful Marriage Life
બનવું છે ઐશ્વર્યનાં માલિક, તો જાણો ગ્રંથમાં દર્શાવેલી સ્ત્રીઓની ખાસ 3 વાતો
હિન્દુ ધર્મમાં કોઇપણ સ્ત્રીનું સન્માન તેમનું જીવનમૂલ્ય દર્શાવે છે. ધર્મ પરંપરામાં દેવીનાં કેટલાંય રૂપ હોય અથવા પછી સાંસારિક નજરેથી માતાથી શરૂ કરીને બહેન સહિત સ્ત્રીનાં અલગ-અલગ રૂપોમાં સંબંધો, દરેક ઉંમરનાં વ્યકિતઓ માટે સ્ત્રીનું એક અલગ મહત્વ દર્શાવે છે. દેવીપુરાણ અનુસાર આ સંસારની ઉત્પત્તિ માતાથી થઇ છે. માં જગદંબા વગર આ સૃષ્ટિની ક્લ્પના જ શક્ય નથી. એવી જ રીતે મહિલા વિના આ દુનિયાને આગળ વધારવાની વાત વિચારી શકાતી જ નથી. આથી જ નવરાત્રીનાં દિવસોમાં ઘરમાં કન્યાઓ(કુમારિકા)નાં પગનું પૂજન કરવામાં આવે છે. આ સાથે જ, તેમને ભોજન પણ કરાવવામાં આવે છે જેનાથી લોકો સ્ત્રીઓનું સન્માન કરતાં શીખે.
ખાસ કરીને ગૃહસ્થીનું તો કેન્દ્ર જ સ્ત્રીને માનવામાં આવ્યુ છે. દેવી-દેવતાઓનાં સ્મરણ જેવાં કે રાધા-ક્રૃષ્ણ અથવા સીતા-રામમાં પહેલાં દેવીનાં નામો બોલવા પણ પુરુષનાં જીવનમાં સ્ત્રીનું સન્માન અને તેની સાથે જોડાયેલાં કેટલાંક સંબંધોની ગરિમા જાળવી રાખવાનો સંદેશો આપે છે. આ કડીમાં જ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જણાવેલાં 3 એવાં સૂત્ર દરેક મનુષ્ય અને ખાસ કરીને પુરુષો માટે અપનાવવા ખુબ જ જરૂરી જણાવાયા છે, જેનાંથી ન તો માત્ર સ્ત્રી અને ઘરને નુકસાન થવાથી બચાવી શકાય છે, પરંતુ આ 3 વાતો પર જ પુરુષનાં સુખો પણ નિર્ભર છે.
જણાવવામાં આવ્યું છે કે
बुद्धिप्राणमनोदेहाहंकृतीन्द्रियत: पृथक्।
अद्वितीयश्चिदात्माहं शुद्ध एवेति निश्चितम्।
દેવી પુરાણનાં આ શ્લોકમાં માતા જગદંબાએ જણાવ્યું છે કે બુદ્ધિ, પ્રાણ, દેહ, અહંકાર અને ઇન્દ્રિયોથી અલગ શુદ્ધ અને અદ્ધિતીય આત્મામાં પણ હું જ છુ આ પૂર્ણ નિશ્ચિત બાબત છે. સ્ત્રીઓને માતાનો જ અંશ માનવામાં આવ્યો છે. આ માટે જ સ્ત્રીઓનું સન્માન કરવાથી મા જગદંબા પ્રસન્ન થાય છે. ઘરની સ્ત્રીઓને પ્રસન્ન રાખવાથી તેઓ તમામ પ્રકારનાં સુખ પ્રદાન કરે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રમાં જણાવાયુ છે કે:
शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम्।
न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा।
અર્થાત જે કુળ અથવા ઘરમાં નારી દુ:ખી રહેતી હોય, તે ઘર ખુબ જલ્દી બરબાદ થઇ જાય છે, જ્યાં એવું નથી થતું ત્યાં કુળ અને વંશ ખુબ સુખી બની આગળ વધે છે.
સ્પષ્ટ છે કે ગૃહસ્થ જીવનમાં સ્ત્રી-પુરુષનાં સુયોગ્ય તાલમેળથી જ લગ્નજીવનને સુખી બનાવી શકાય છે. આ માટે જરૂરી છે કે કોઇ પણ પુરુષ જે રીતે સ્ત્રી પાસેથી પોતાનાં સંબંધોમાં નિષ્ઠા અને સમર્પણ ચાહે છે, તેવી જ રીતે તેમનો વ્યવહાર પણ સ્ત્રી સાથે સમ્માન, સંવેદના અને શુદ્ધ ભાવનાઓથી ભરપૂર હો.
હિન્દુ ધર્મશાસ્ત્રમાં જણાવાયુ છે કે:
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।
અર્થાત જ્યાં સ્ત્રીની પૂજા, સમ્માન અથવા સેવા કરવામાં આવે છે, ત્યાં સ્વયં ભગવાન વાસ કરે છે. જ્યાં આવું નથી થતું ત્યાં બધા કામ બગડી જાય છે.ગૃહસ્થી માટે તો આ વાત ખાસ મહત્વપૂર્ણ છે કારણકે જો વાત-વાતમાં પુરુષ સ્ત્રીની ભાવનાઓને ઠેસ પહોંચાડશે અથવા અપમાન કરતો રહેશે તો આવાં કલેશ અર્થાત ઝઘડાઓથી અન્ય પરિવારજનો અને સંતાનો પર ખરાબ અસર પડે છે.
આવી હાલતથી પરિવારની સ્થિતિ બગડતા અસફળતા, રોગ અથવા તંગદીલી ફેલાય છે. આ માટે જ પુરુષ સ્ત્રીની સાથે એવો સુખદ વ્યવહાર કરે, સુખમય આચરણ કરે, જેનાંથી સ્ત્રી દ્ધારા સંસ્કાર અને જીવન મૂલ્ય તેમનાં સંતાનો સુધી પહોંચે જેનાંથી પોતાની કેટલીય પેઢીઓને પણ ખુશહાલ કરી દે.