રવીનાએ 2004 મા પોતાનો પરિવાર નો પ્રેમ છોડીને રવિને અનહદ પ્રેમ કર્યો.. રવિએ માબાપની આબરૂ સાચવવા રવીનાના પવિત્ર અને નિઃસ્વાર્થ પ્રેમ ને તરછોડી ને કાવ્યા સાથે મેરેજ કર્યો. રવીના પોતાની જાત સંભાળી શકતી ન હતી. રવીના લગ્ન થયાં જાણે આભ ફાટ્યું. તે પોતાના રવિને ભૂલી શકે તેમ ના હતી. એની યાદો સાથે લઇ, તે ગામ છોડીને બીજા શહેરમાં માબાપને લઈને નવી દુનિયામાં જીવવા માટે જતી રહે છે. અને નક્કી કરે છે કે, હું રવિની ન બની શકી તો હવે મારે બીજા કોઈનું થાવું પણ નથી. આ જીવન રવિની યાદ માં જીવતી રહીશ, અને પરિવારને ભરોશો આપાવીને પ્રેમ પામવાની કોશિશ કરીશ.
રવિની પત્ની એક સુંદર બાળકી ને જન્મ આપે છે. ત્રણ ચાર વર્ષ પછી કાવ્યાને કેન્સર થાય છે.. લાખ કોશિશ કરવા છતાં તેને દવા કે દુવા કઈ જ કામ લગતા નથી, ને કાયમ માટે રવિ અને નાની બાળકી સાથે જે ખુશી ની ક્ષણો માણેલી હોય છે તેને દુનિયામાં મૂકીને પોતે છોડીને ચાલી જાય છે...
એક દશકા પછી રવિનો મેસેજ રવીના પર આવે છે, 🌹👨👩👧
રવીના ના દિલના ધબકારા વધી જાય છે. મન મા અનેક સવાલો વમળ ની જેમ ગોળ ગોળ ઘુમવા લાગ્યા, કે શુ કરું?. કોને આ વાત કહું?. આબરૂ બચાવવા મને તરછોડી?. મે મારા માબાપ અને પરિવાર નો પ્રેમ ગુમાવ્યો? એને આટલા વર્ષે મારી ને મારા પ્રેમની યાદ આવી?. ખુબ લાંબો વિચાર કરીને તે પોતાના જુના પ્રેમી રવિને કઠણ દિલ રાખીને મેસેજ કરે છે. 💔💔🙏🙏
✍️હેત ✍️