સ્વપ્ન માં જોઉં છું તને , નીંદરમાં સાદ આપુ છું
ખુલી આંખે , તારી રાહ જોવાનું છોડી દીધું છે
વહેતું ઝરણું આવ્યું તું ,ને આતુર હતું ભળવાને
તારી ચાહતમાં મે , એ ને પણ જતું કરી દીધું છે
સમય સંજોગો ની જ બધી દેન હશે એમ સમજીને
મૃગજળ માની ,તારી પાછળ દોડવાનું છોડી દીધું છે
આમ તો ભૂલાય છે ક્યાં તું , તે યાદ કરું તને
ફકત આંખોએ , બસ રડવાનું છોડી દીધું છે
-"ઉપેન"