તારી યાદોના આસોપાલવ બાંધ્યા મેં તો,
મારા દિલના દરવાજે...
તું જ કહે હવે...!!!
તું આવે છે કે તારો અહેસાસ...???
મારા સ્નેહના રંગોથી પુરી રંગોળી મેં તો,
મારા હૈયાના આંગણે...
તું જ કહે હવે...!!!
તું આવે છે કે તારો અહેસાસ...???
મીઠા મધુરા શબ્દોની રાંધી મીઠાઈ મેં તો,
મારી પ્રીતના રસોડે...
તું જ કહે હવે ...!!!
તું આવે છે કે તારો અહેસાસ...???
આજ અશ્રુના મોતીડે કર્યો શણગાર મેં તો,
મારા મનના મંદિરીયે...મૌસમ...
તું જ કહે હવે...!!!
તું આવે છે કે તારો અહેસાસ...???