ગાંધીનગર મેટ્રો દૈનિકની તોરણ પૂર્તિમાં
મારી કવિતા 👇👇🙏🙏🙏
હવે ,,,,,,
કેવું મસ્ત હતું એ બાળપણ નથી કહી શકાતું હવે
વિતી યુવાની મદમાં ઘડપણ નથી સહી શકાતું હવે
કેટલું બધુ ધાર્યું કંઈ કહેવાનું નથી કહી શકાતું હવે
બાકી હજી કેટલું સહેવાનું નથી સહી શકાતું હવે
દુબળો થયો આ દેહ દેવું દાન નથી દઈ શકાતું હવે
મારૂં કરીને ઘણું ભેગું કર્યું ધન નથી લઈ શકાતું હવે
ભરેલ ભાણું ને મળતું માન નથી ખાઈ શકાતું હવે
વાચા તુટી ગાવું ઈશનું ગાન નથી ગાઈ શકાતું હવે
આશ હતી મોટી જીવવાની નથી જીવી શકાતું હવે
રાહ જોવે દેહ આ મરવાની નથી મરી શકાતું હવે
સદૈવ રહ્યા આજકાલ કરતા રાહ નથી જોવાની હવે
મોજ માણો આજની સખી કાલ નથી આવવાની હવે
- તેજલ વઘાસિયા "તેજુ" (ઉમરાળી, જૂનાગઢ)
૧૭/૧૨/૨૦૧૯ સોમવાર