Gujarati Quote in Motivational by SUNIL ANJARIA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તાળી ની કસરત

હાસ્ય કલબોમાં વિવિધ પ્રકારે તાળીઓ પાડી યોગ જેવા ફાયદા થાય એ શીખવે છે. એ યોગિક અથવા કસરતી તાળીઓ વિશે ટૂંકમાં કહીશ.

1 સામાન્ય તાળી rythm માં. એક, બે, ત્રણ એમ દસ વખત.

2 માત્ર આંગળીઓનાં ટેરવાં ધીમેથી અથડાવી દસ વખત.

3 કાંડા અને હથેળીનું મૂળ અથડાવો. આ વખતે હથેળી, કાંડુ V જેવો આકાર બનાવશે.

4 બન્ને હથેળીઓની અંદરની બાજુઓ એટલે કે અંગુઠાથી વિરુદ્ધ બાજુની, નાની આંગળી નીચેની બાજુઓ.

5 હથેળી અને અંગુઠા, આંગળીઓના મૂળ સામસામા અથડાવો.

6 અંગુઠા નીચેના ભાગ સામસામા અથડાવો.

7 બે વાર આગળ હથેળીઓ અથડાવી તાળીઓ પાડો. ત્યાર બાદ ત્રણ વાર હથેળીના પાછલા ભાગ પર મારો. એક દો.. (જોરથી તાળી, બને તો હાથ ઝુલાવી), તીન.. ચાર.. પાંચ બોલતાં એક હથેળીના પાછળના ભાગને બીજી હથેળીથી મારો.એ જ ક્રિયા બીજા હાથને આગળ, પાછળ મારવાની. આથી તુરત બન્ને સાઈડે લોહી દોડતું થઈ માલિશ થશે.

8 હવે તમાકુ મસળતા હો તેમ તાલી પાડી હથેળીઓ પુરા પ્રેશરથી સામસામી ઘસો

9 સો વખત તાલી પાડો એક, દો ..તીન ચાર પાંચ. એક, દો.. તીન ચાર પાંચ. (એક,દો ધીમે, એક પોઝ, તીન ચાર પાંચ ઝડપથી) આવી રીતે પ્રથમ વીસ. પછી ખૂબ ઝડપથી સિત્તેર. છેલ્લી દસ વળી એક, દો.. તીન ચાર પાંચ. એમ ધીમેથી.

10 હવે પંખીની જેમ હાથ ત્રણ વખત ઝુલાવી માથા ઉપર તાળી પાડો.

11 હવે ત્રણ વાર હાથ પાછળ ઝુલાવતાં પાછળ કુલાની સહેજ ઉપર ઊંધા હાથે બેય હથેળી અથડાવો.

12 બન્ને હાથ ઘસી આંખ, ગાલ પર લગાવો.નાકથી કાન તરફ પંપાળો. ગળા ઉપર દાઢી થી છાતી તરફ હથેળી આદિ કરી ધીમેથી પંપાળો. આનાથી ગળા પરની કરચલીઓ ઓછી થાય છે.

ત્રણ વખત નીચે ઝૂકી, હા..હા.. અટ્ટ હાસ્ય કરતા પાછળ ઝુકો એ વખતે હાથ પહોળા, હથેળી ઉપર તરફ રાખો. આને ઉષ્મા કા સ્વાગત કહે છે.

કોઈ પણ ઉંમર અને શરીરની સ્થિતિ વાળી વ્યક્તિ આ ક્રિયાઓ કરી એક્યુપ્રેશર અને સ્વાચ્છોશ્વાસ ના ફાયદા મેળવી શકે છે.

-સુનીલ અંજારીયા

17.12.19

Gujarati Motivational by SUNIL ANJARIA : 111309489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now