અમથી જ બેઠી હતી આંગણામાં
તારી યાદોના મોતી વેરાણા ચોકમાં...
અઢળક મોતી વિખરાયા આમતેમ...
તેને વિણું કેમ મારા હાથમાં...??
કોઈ હતા વ્હાલના,કોઈ અદભૂત લાગણીના...
કોઈ હતા હાસ્યના,કોઈ વિરહની વેદનાના...
કોઈ હતા શબ્દોની હુંફના...
કોઈ હતા તારા અહેસાસના...
તેને વિણી વિણી ભરૂ ક્યાં...મૌસમ..?
મેં તો ખોબે ખોબે ભર્યા મારા દિલના ડબ્બામાં...