"છેલ્લી પાટડી"
વગડામાં ફૂલોના ખેતરની પાસેજ એક સ્કૂલ હતી. વગડો હંમેશા ફૂલોની સુગંધથી મઘમઘતો રહેતો. હું જ્યારે સ્કુલમાં પહોંચ્યો ત્યારે Mathamatics નો વિષય ચાલી રહ્યો હતો. શિક્ષક શું ભણાવતા એ શિક્ષક જ જાણે હું તો મસ્ત જઈને મારી પાટલી પર બેસી ગયો. Maths ના શુષ્ક વાતાવરણમાં અચાનક જ મેં એક ગુલાબી સ્પંદંન અનુભવ્યું. બારીની બહાર ફૂલોની મસ્ત સુગંધ વહી રહી હતી અને મારી નજર ફૂલોની પાંખડીઓ પર ઠરી ગઈ. Maths ના વિષયમાં હું પાણીમાં બેસી ગયો અને ફૂલોની સુંદરતાના વિશાળ સરોવરમાં ડૂબકી લગાવી સમાધીન થઈ ગયો. ત્યાં દૂર દેખાઈ રહેલા સૂકા વગડામાં ઝરમર-ઝરમર વરસાદ વરસવા માંડ્યો. ફૂલોની અને માટીની સુગંધ એકબીજામાં ભળી ગઈ અને વરસાદના છાંટણા ફૂલોની પાંખડીઓ પરથી પસાર થઈ મારી પર પણ વરસ્યા. પછી તો જાણે મદિરાના સેવન વગરનો મદ ચઢી ગયો.
ગુલાબની જોડે તો કાંટા હોય જ એમ મારી પાસે પણ હતો એ આ Maths નો ક્લાસ. Maths માં આવેલા પ્રમેયોના ઉકેલવાની ચર્ચાએ મારી ગુલાબી સુંવાળી સમાધીમાં ભંગ પાડ્યો અને Maths ના એ ક્લાસમાં "છેલ્લી પાટડીએ" બેસી ગયો.
- સંકેત વ્યાસ (ઈશારો)