આજે મન ખૂબ પ્રફુલ્લ હતું.. કેમકે કાલે વેહલી સવારે બધાં ફ્રેડ્સ એ ભેગા મળી ને નળસરોવર જવા નું નકકી કર્યું હતું. શિયાળા ની કડકડતી ઠંડીમાં અને એ પણ વેહલી સવારે..
એક તો બધાં સાથે ને... ત્યાં આવનાર યાયાવર પક્ષીઓના કલરવ ને માળવાનું.. એમને કેમેરા માં કેદ કરવા માં જે આનંદ મળશે એના વિચારે અત્યારથી જ ઉત્સાહ માં હતી.
શૈલી વહેલી સવારે જાગી ને બધા ને ફોન કર્યો.બધા સમયસર આવી ને ગાડી માં ગોઠવાઈ ગયા હતા.કલબલ બધા નું ચાલુ.. અંતાક્ષરી રમવાનો લ્હાવો.ઠંડી ની સોડમ વચ્ચે બધાં નેં મજા આવી ગઈ હતી.
નળસરોવર પહોંચી ગયા ને કુદરત નાં સાનિધ્ય માં .. પક્ષીઓ એટલાં સુંદર હતાં..જોયા જ કરીએ.
સરોવર ની પેલી બાજુ ગયા તો ત્યાં બધા રોટલા..શાક..બધુ બનાવી આપતાં હતાં.અચાનક શૈલી નું ધ્યાન એક નાનકડા છોકરા પર પડ્યું.તેનો ચહેરો એટલો માસૂમ હતો તો શેલી એની પાસે એને મળવા ગઈ. એનુ નામ પ્રવિણ હતું.એ પણ એની મમ્મી પાસે બધા રોટલા શાક ખાવા આવે એટલે બધાને લઈ જતો.શૈલીએ બધા ને ત્યાં જવા કહ્યું.
પ્રવિણ ની મમ્મી એ ખૂબ સરસ ગરમ ગરમ રોટલા..શાક..ઞોળ.. ચટણી..છાશ પીરસ્યું.આ લોકોએ વાત વાતમાં પૂછી લીધું. પ્રવિણ નાં પરિવાર માં માતા પણ એને મુકીને બીજા લગ્ન કરી રહીં હતી.પ્રવિણ ના પિતા તો એ નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હોય છે.
શૈલી એ પુછ્યુ પ્રવિણ નું શું થશે? તો કહ્યું એ એનાં મમ્મી જોડે રહેશે.જે દાદી પોતાનું કામ પણ નહોતાં કરી શકતાં.. શૈલી એ પ્રવિણ ને પોતાના 🏠 કાયદાકીય રીતે લઈ જવાનું પુછ્યુ.. તો હા પાડી. પ્રવિણ નાં ચહેરો પણ મલકાય ગયો.
બીજી શિયાળા ની સવારે શૈલી સાથે પ્રવિણ હતો.
રૂપ 💖