14 વર્ષમાં એક વખત ખીલે છે આ ફુલ, દર્શન માત્રથી જ થઇ જશે દરેક ઇચ્છા પુરી
બ્રહ્મ કમળથી જોડાયેલી કેટલીક પૌરાણિક માન્યતાઓ છે. જેમાથી એક અનુસાર જે કમળ પર સૃષ્ટિના રચયિતા સ્વયં બ્રહ્મા બિરાજમાન છે. જ્યારે બ્રહ્મ કમળ છે. તેમાથી જ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીની ઉત્પત્તિ થઇ હતી.
આ ફૂલનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં પણ મળે છે. શિવપુરાણ અનુસાર જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉપર ભાર સોંપવામાં આવે છે. ત્યારે બ્રહ્માજીની નાભિથી બ્રહ્મ કમળની ઉત્પતિ થાય છે.
જે બાદ આ બ્રહ્મ કમળથી અન્ય દેવતાઓની ઉત્પત્તિ થાય છે. કહેવાય છે કે જે વ્યક્તિને આ કમળ પુષ્પ દર્શન થઇ જાય છે. તેની દરેક ઇચ્છાઓ પુરી થઇ જાય છે.
બીજી પૌરાણિક કથા અનુસાર જ્યારે પાંડવ જંગલમાં વનવાસ પર હતા, ત્યારે દ્રૌપદી પણ તેમની સાથે ગઇ હતી. દ્રૌપદી, કૌરવો દ્વારા થયેલા તેમના અપમાનને તે ભુલી શકતા ન હતા. સાથે જ વનની યાતનાઓ પણ માનસિક કષ્ટ પ્રદાન કરી રહી હતી.
પરંતુ જ્યારે તેને પાણીની લહેરમાં વહેતા કમળને જોયું તો તેમના દરેક દર્દ એક અલગ ખુશીમાં બદલાઇ ગયા, તેને અલગથી આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો. દ્રૌપદીએ તેના સૌથી વધારે સમર્પિત પતિ ભીમને તે સોનેરી કમળ ફુલની શોધ માટે મોકલ્યા. આ શોધ દરમ્યાન ભીમની મુલાકાત હનુમાનજીથી થઇ હતી.
બ્રહ્મ કમળ, તેને સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીનું પુષ્પ માનવામાં આવે છે. હિલમાલયની ઉંચાઇઓ પર મળનારા આ પુષ્પ તેનું પૌરાણિક મહત્વ પણ રાખે છે. આ ફુલના વિષયમાં એવું માનવામાં આવે છે કે મનુષ્યની ઇચ્છાઓને પૂરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે. જે જોવામાં ખૂબ આકર્ષક હોય છે. તેનો ઉલ્લેખ ઘણી પૌરાણિક કહાનીઓમાં પણ કરવામાં આવ્યો છે.
આ કમળથી સંબંધિત એક ખૂબ પ્રચલિત માન્યતા કહે છે કે જે પણ વ્યક્તિ આ ફુલને જોઇ લે છે. તેની દરેક ઇચ્છા પુરી થાય છે. તેને ખીલતું જોવુ પણ સહેલું નથી. કારણકે આ ફુલ મોડી રાતે ખીલે છે અને માત્ર થોડાક કલાકો જ રહે છે. આ ફુલ 14 વર્ષમાં એક વખત જ ખીલે છે. જેથી તેના દર્શન અત્યંત દુર્લભ છે.