તમારા માથાની રેખાનું સીધું કનેક્શન હોય નસીબ સાથે, જો આ પ્રમાણે હોય તો પૈસાદાર, નહીંતર…
માથાની રેખાનું કનેક્શન સીધું તમારા નસીબ સાથે જોડાયેલું છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કોઈ પણ માણસની માથાની રેખા જોઈને એ નક્કી કરી શકાય કે તમે કેટલા ભાગ્યશાળી છો. માથા પરની રેખા તેના વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ તરફ ઈશારો કરે છે.
ધન સાથે જોડાયેલી છે પહેલી રેખા
સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો માથાની પહેલી રેખાનો સંબંધ ધન સાથે જોડાયેલો હોય છે. આ રેખા ભમરની નજીક બને છે. એને ધનની રેખા પણ કહેવાય છે. જે માણસની આ રેખા જેટલી સ્પષ્ટ હોય એ માણસ એટલો વધારે ધવનાવ. જો સ્પષ્ટ ન દેખાતી હોય તો એના જીવનમાં ધનની મુસીબત આવી શકે છે.
માથાની બીજી રેખા બિમારીનો સંકેત આપે છે
વ્યક્તિના સ્વાસ્થ્ય જીવન સાથે જોડાયેલી માહિતી તેની બીજી રેખા પરથી મળે છે. આ રેખા ભમરની નજીકની બીજી રેખા હોય છે. જો આ રેખા ઘાટી અને સ્પષ્ટ દેખાતી હોય તો મતલબ કે તમારું સ્વાસ્થ્ય સારૂ રહેશે.
ભાગ્ય સાથે જોડાયેલ છે માથાની ત્રીજી રેખા
માથા પર પડતી ત્રીજી રેખા ભાગ્યની રેખા હોય છે. ખાસ વાત એ છે કે આ રેખા ખુબ જ ઓછા લોકોના માથા પર જોવા મળે છે. અને આમ પણ ભાગ્યશાળી લોકો ખુબ ઓછા હોય છે.
જીવનમાં ઉતાર-ચઢાવ ચોથી રેખા નક્કી કરે
માથા પર બનતી ચોથી રેખાનો સંબંધ જીવનમાં આવતા ઉતાર ચઢાવ સાથે છે. જો કે આ રેખા 26થી 40 વર્ષ સુધી ઉતાર ચઢાવ અને સંધર્ષ વિશે માહિતી આપે છે. આવા વ્યક્તિઓ 40 વર્ષ બાદ સફળતાના શિખર પર ઝોલા ખાતા હોય છે.
પાંચમી રેખાનો મતલબ કંઈક આવો
આ રેખાને ખતરનાક માનવામાં આવે છે. જીવનમાં તણાવ અને ચિંતાની નિશાની હોય છે આ રેખા. ક્યારેક તો આ રેખા ધરાવતા લોકો ઘર છોડીને વૈરાગી જીવન તરફ જતાં રહે છે.
છઠ્ઠી રેખા
માથા પર છઠ્ઠી રેખા નાકની સીધી ઉપર તરફ જાવાવાળી રેખા કહે છે. આ રેખાને દૈવીય રેખા કહેવામાં આવે છે. કારણ કે આ રેખા એવો સંકેત આપે છે કે તેના પર ભગવાનની કેટલીક કૃપા છે.