16 ઓક્ટોબર 2012ના રોજ દિલ્હી શહેરમાં એક રોડ ઉપર રાત્રે નવ વાગ્યે એક છોકરી ને એક છોકરો ઘેર જવા માટે કોઇ વ્હીકલની રાહ જોઇને ઉભા હતા જેઓ એક ફરેન્ડ હતા, આમ થોડી વાર ઉભા રહ્યા પછી એક નાની મીની બસ તેમના આગળ આવીને ઉભી રહી..રાત્રે આ સમયે આખો રોડ સુમસામ હતો લોકોની અવર જવર હતી નહી માટે આ બંને પોતાને ઘેર જલદી જવા આ બસમાં જઇને અંદર બેસી ગયા પરંતું તેમને ખબર નહી કે તેઓ જે બસમાં બેઠા છે તે ખરેખર કોઇ સરકારી બસ ના હતી ને જે લોકો અંદર બેઠેલા હતા તેઓ પણ ખરેખર પેસેન્જરો ના હતા ત્યારબાદ તેઓ અંદર બેઠા પછી આ લોકોએ તેમની સાથે હેરાનગતી કરવાની ચાલુ કરી દીધી છોકરી સાથે જે છોકરો હતો તેને પણ સખ્ત માર મારીને અંદર બેસાડી રાખ્યો ને છોકરીને ઉચકીને બસની પાછલી સીટ ઉપર સુવાડી દીધી ત્યાર પછી આ દરેકે છોકરી સાથે વારાફરતી બળાત્કાર કર્યો ને પછી કોઇ એકાન્ત જગ્યાએ આ લોકોને માર મારીને બસની નીચે ઉતારી પાડ્યા છોકરીને બળાત્કાર થવાથી ઘણો જ દુખાવો થયો પછી કોઇએ તેને હોસ્પિટલમાં સારવાર માટે પહોચાડી પરંતું દર્દ ઘણુ હોવાથી ને થવાથી તે વધુ દિવસો જીવી ના શકી ને અંતે તે આ દુનીયા છોડીને ચાલી ગઇ..આ સમયે આખા ભારતમાં આ જાણીનો લોકોનો ઘણો જ ગુસ્સો થયો હતો ને લોકો જાત જાતના લખાણ વાળા બેનરો લઇ ને રોડ ઉપર ઉભા રહી ગયા હતા તો ઘણા લોકોએ લાંબી લાઇન બનાવીને સરઘસો પણ કાઢતા હતા જે પોલીસો માટે આ કેસ ઘણો જ માથાનો દુખાવો સમાન બની ગયો હતો સૈ એક સાથે નારા લગાવતા હતા કે આ લોકોને તાત્કાલિક ફાંસી આપો..ફાંસી આપો પરંતું તેમની ઉપર થોડાક સમય પછી ફરિયાદ ને આધારે કેસ ચાલુ થઇ જવાથી ફાંસીનો નિર્ણય જલ્દી આવ્યો નહી ને આવયો તો તે પણ ઘણા જ સમય પછી જ તે પણ ફાંસીનો! ટુકમાં આ લોકોને ફાંસી મળવાનીછે એ તો ખરેખર નકકી જ છે પરંતું કયારે ને કઇ જગ્યાએ ફાંસી આપવી તે હજી નકકી થયેલ નથી પણ મળતા સમાચાર મુજબ આ મહિનાની કોઇ પણ તારીખે ને દિવસે ફાંસી જરુર અપાશે તે તો નકકી જ છે...
વધુ આ બાબતે જણાવવાનું કે આ કેસમાં કુલ છ જણ સામેલ હતા પણ આ બધા જ પકડાયા પછી આમાંના એક ગુનેગારે પોતે જાતે જ અમુક સમય પછી ગભરાઇને જેલમાં જાતે જ આત્મહત્યા કરી લીધી હતી ને એક બીજો ગુનેગાર જે સગીર વયનો હોવાથી કોર્ટે તેને નિર્દોષ જાહેર કરીને પહેલેથી જ છોડી મુક્યો હતો ને હવે બાકી કુલ ચાર જણ આ કેસમાં રહ્યા છે જેઓને નજીકમાં જ ફાંસી આપવામાં આવશે.
જેમ સારા કર્મોના ફળ પણ સારા જ હોયછે તેમ ખરાબ કર્મોના ફળ પણ આવા જ (ખરાબ) આવતા હોયછે.