દિલમાં કેટલાક અરમાનો અને ઈચ્છાઓ લઈને ઉદય ઓફીસેથી આજે વહેલો ઘરે આવી ગયો હતો.
રસોડામાં કામ કરતી ઉષાને ઉદયે પાછળથી પોતાની બાહોમાં જકડી લીધી.જેવો ઉદયનો સ્પશૅ થયો કે ઉષા ભડકી ઉઠી અને ગુસ્સામાં બોલી કે "તમારા આ લાગણીવેડા કયારે બંધ થશે? જયારે જુવો ત્યારે પ્રેમ પ્રેમ ને પ્રેમજ સુઝે છે બીજો કોઈ કામ ધંધો છે કે નહી? જાવ અહીથી,આઘા ખસો અને મને મારુ કામ કરવા દો.
ઉદય ભીની આંખે રસોડામાંથી બહાર નીકળી ગયો અને પોતાની રૂમમાં જઈને જમ્યા વગર સુઈ ગયો.
સવારે નાહી ધોહીને ચા-નાસ્તો કયાૅ વિના ઉદય ઓફીસે જતો રહ્યો.ઉષા પોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાનું કામ કરી રહી હતી.ત્યાંજ એની નજર ડસ્ટબીન પર પડી.જેમા એક સુંદર ગુલાબ અને હેપ્પી એનિવસૅરીનું એક કાડૅ પડ્યું હતું.
લેખન:- પિંકલ પરમાર "સખી"