ગામડું સાદ કરે છે.
નદી હજુયે વહે છે તે ગામને પાદર,
ઓઢી ચાદર ઝાકળ બની રહે છે.
ઘણી રાતો કાઢી છે કિનારે બેસી,
હવે સૂમસામ ત્યાંનો પત્થર રહે છે.
સ્પર્શ પાણીનો હજુ પણ પગમાં ને,
અહેસાસ રેતીનો તળિયામાં રહે છે.
શાંત નીર પહેલા પણ વહેતું હતું,
આજે ખળખળ એની કમી રહે છે.
વ્રુક્ષો મોટા હારબંધ રહ્યા કિનારે,
ને અહીં છોડ નાના કુંડામાં રહે છે.
એ હજુયે સાદ કરે છે ગામ શહેરમાં,
તું સિમેન્ટના જંગલમાં કેમ રહે છે?
- હિતેશ ડાભી 'મશહૂર'