*કચ્છના ચાર સિતારા*
***
ભેટી જઈ ભરમજી અમને વિદાય આપો,
ક્યાં લગ તમારી છાંયે કિરતાર શોધવાનો?
- હિરેન ગઢવી
***
જેમને પૂરો પરિચય છે જ નહીં ,
એમણે મશહૂર રાખ્યો છે મને.
-જિગર ફરાદીવાલા
***
ભેટી મને ઉદાસી,ધ્રુસકે ને ધ્રુસકે રોઈ,
એને ય મારી જેમ જ પજવી રહી છે સમજણ.
- શબનમ ખોજા
***
મારો સ્વભાવ એટલે સ્પર્શી જશે તને,
ગઝલોમાં થાય એવી કોઈ બોલચાલ છું.
-જુગલ દરજી