અમે તો તમારા દિવાના થવાના
ન માનો તમે તો બીજાના થવાના
બધી છે આ મારા સુખની કરામત
દુઃખોમાં સૌ મારા રવાના થવાના
બન્યા ના કદી દોસ્ત રાજા ને રંકો
હવે ક્યા સુદામા ને કાના થવાના?
ભલે હોય થોડું ચલાવી એ લેજો
સમયને જતા ક્યા જમાના થવાના?
બનોના અજાણ્યા કરી ખોટા કામો
પ્રભુના ઘરે ક્યા બહાના થવાના?
વિનય પટેલ