શ્વાસ આપી જા તારો,
ને
વિશ્વાસ લઈ જા મારો.
આવાસ બનાવી લઉં હું દિલમા,
નિવાસ કરી જા તૂ.
ધુંધળી આંખો ને અજવાસ આપી જા,
એ આંખો વાસ તૂ કરી જા.
ફૂલ છે સુગંધિત વાતાવરણ મહેકતુ,
એ ફુલ ની સુવાસ આપી જા.
ગગનમાં ઉડે પંખી મજા નુ,
એમ તૂ ઉડે આકાશ બની અવકાશ મારો.
નથી જોઇતી તારા સ્પર્શ પછી કોઈ ચીજ,
થઇ શકે તો સવાસ આપી જા.