લખવું હોય તો લખી શકાય,
વાંચવું હોય તો વાંચી શકાય,
પણ હે પ્રીત તારી રીત છે ન્યારી,
હે પ્રેમ તને ના એમજ પામી શકાય,
સ્વપ્ન તારા જોઇ શકાય,
પણ હકિકત માં તને ના જીતી શકાય,
વ્હાલ થી રાહ તારી જોઇ શકાય,
પણ તારી સમીપે ના આવી શકાય,
મન માં પ્રેમ ની લાગણી છે પૂરી,
છતાં તને ના સમજાવી શકાય,
વલખા મારતું આ મનડું મારૂ,
છતાં તને કેમ કરી કહી શકાય....
.......હિના પટેલ.......