નારી શક્તિની મૂરત બનીએ
સાંભળ ને સખી ચાલને........
આજે આભમાં ઉડવાનું મન થાય છે
એક બીજા સાથે ખૂલ્લી હસી વડે ઝૂમવાનું મન થાય છે
ચાલ ને જીવી લઈ એ આપણે ઓ સખી.......
આઝાદ જીંદગી ને
બંધનમાં બંધાઈ ગયા પછી તો ખાલી પિંજરા જ મળશે
જો પડી ગયા છૂટા તો ભૂખા વરુ જેવી દુનિયા સામે હશે
જેની નજર આપણા અંગે અંગ પર હશે
ચાલને સખી...... માણી લઈ એ જીંદગી
કાલે આપણે સ્ત્રી બનીશું
તો
આપણું અસ્તિત્વ સહીસલામત હશે ના હશે
ઓ સખી.....જે નથી છોડતો નાની ઢીંગલીઓને
પણ પોતાની ભૂખ માટે
આપણે જ ભેગા મળીને આપણી તાકાત બનીએ
એને નાશ કરવાને
ચાલ ને સખી.....
આજે જીવી લઈ એ નિર્દોષ જીંદગી
બની જઇએ ભેગી થઈ ને રણચંડી
જેથી કયારેય કોઈ દિકરી "નિર્ભયા" ન બને
ચાલને સખી....
સખી સખી ભેગી થઈ ને એક નારી શક્તિની મૂરત બનીએ
બિંદી પંચાલ "બિંદીયા"