પંખી માળો ગૂંથે છે,
એ મૂરત નથી જોવડાવતાં
કે નથી ગૃહશાંતિ કે ગ્રહશાંતિ કરાવતા.
એમના ઘર ભાંગતા નથી.
કારણકે એ માળાને પ્રેમથી ગૂંથે છે
કોઈ કબૂતર ગૃહત્યાગ કરતું નથી.
કોઈ મરઘો મહાભિનિષ્ક્રમણ આદરતો નથી.
એ જ્યાં છે, ત્યાં જ જીવનને આનંદે છે.
એ વિરોધ વગર જ વ્યસ્ત છે
ને "સ્વ"માં મસ્ત છે. ??