-: હું આવું છું :-
"દુનિયામાં જેમ ડાબુ અને જમણું, એને સાચું સમતોલન માનું છું,
એકલો હતો હું પણ અહીં, પણ હરપળ કોઈએ કહ્યું હું આવું છું.
જન્મ્યો ત્યારે સમજ નહોતી, પ્રભુએ કહ્યું હું હમેશાં તારી હારે છું,
સહુને જોઈ ખુશી થઈ, ત્યારે માં એ કહ્યું દીકા તું હવે અમારો છું.
થોડો થયો હું જ્યારે પગ ભરતો, પિતાએ કહ્યું હું પાછળ જ છું,
થયો રમતો ત્યારે પડ્યો એકલો, દાદા કહે બેટા હું તારી હારે છું.
થાકી સુતો હું રાતે પલંગએ, દાદી કહે દીકરા વાર્તા સંભળાવું છું,
જ્યારે થયો જતો શાળાએ, બહેન બોલી હું બસ તારે સહારે છું.
અટકયો જ્યારે ભણતરમાં, શિક્ષક કહે ચાલ હું તને શીખવાંડું છું,
કૉલેજ ગયો ત્યારે લાગ્યું એકલું, દોસ્તે કહ્યું હું તારો હૈયારો છું.
જોબે ગયો ત્યારે હતું એ નવું, લાગ્યું હું મારું ભવિષ્ય સવારું છું,
મળ્યું પ્રમોશન થયો ગળગળો, કેટલો ખાસ કેમ હું બની જાઉં છું.
માંગા આવ્યા થઈ ગઈ સગાઈ, લાગ્યું આજે કોઈનો કહેવાયો છું,
લગ્ન થયા ને બન્યો હું જમાઈ, મન રડ્યું અને થયું ભાગ્યશાળી છું.
જીવનમાં આવી મુશ્કેલી, છતાં પત્નીને નીરખી આગળ જઉં છું,
મળ્યું સુખ કે પિતા બન્યો, એને જોઈ બધાય દુખ ભૂલી જાઉં છું.
સમય એ થયો પસાર, આ સુંદર પળો મારી પ્રિયે સાથે વિતવું છું,
જીવન આખું વિત્યું નિરાંતે, ખુશી છે હવે ચિતા પર પોઢી જાઉં છું.
ચાલો હવે વિદાય લઈશ, ભુલ થઈ હોય અહીં તો માફી માંગું છું,
દેહ થયો મારો ખાખ, હવે આત્મા બની પ્રભુ ને કહ્યું હું આવું છું."
D.K......