-: સ્વરૂપ :-
"વહેલી આજે પડી સવાર, ઉઠતા જોયું સ્વરૂપ અપાર,
અતિ એમાં એવી ઉજાસ, રૂપ નીરખ્યું એવું અપરંપાર.
નો'તો લોભ અને નો'તી લાલસા, છતાં મેળવી એણે મહાનતા,
જીત્યા દિલ અને વસાવ્યા ઘર, બસ આજ એની ઉદારતા.
મન હતું હમેશાં એનું મોટું, જેને કારણે સહું કોઈ એમાં સમાતા,
સહુંને હતી એને પામવાની આશા, છતાંય બધા કહેતા કપાતા.
પામીને હું થયો નસીબદાર, જે સબંધ હતો અમારી આત્મીયતા,
એ સ્વરૂપ બીજું કોઈ નઈ, આપણા સહુના અંદર ની માનવતા."
D.K......