ફેર બદલ પડખાં તું સહેજ ડાબે-જમણે,
તરસાવસે તને ચાહનો અધૂરો અહેસાસ,
જરાક આવું પાસે તરવરાટ અંતઃ નો લઈ,
તું ભીતરનાં અંગારને ચાંપી પ્રગટાવી દેજે,
દબદબો ઉઠયો ચાહનો યૌવનની નજરેથી,
સમણાંની ઊર્મિને ક્યારેક એકલતામાં ચુમ્યો,
સૂદબુદ ભૂલાવી પ્રિય આવ્યો પ્રણય પામવા,
નિરખ્યાં નજરે લગાડી નવી નક્કોર દુલ્હન,
ગાલને નડતા કેશ હટાવી જોયા નૈણે નયન,
અનુરાગ ઉભરાણું આલિંગવા પિયુને જોબન,
સહેજ અચકાણું ખચક્યું ચુમ્યા હોઠ અધર,
સર્પીલી આંટીએ અટવાઈ ગયું જામ્યું બદન,
નભ-ધરા ખોવાણા અંતરમન છાના ક્ષિતિજે,
વિજ આલિંગન મદિરાને ઘોળી પીધુ પ્રણય,
#વિજુ__ ❤