મેં કરોડરજ્જુથી બાળકને જનમ આપ્યો છે
એ ધાવતો નથી !
દરરોજ રાત્રે કરડવા આવે છે
આ બાળક નરકાસુર જેવો છે
એણે નોકરીને વાંઝણી કરી છે
એણે દુણી લેતો કરી દીધો છે,
છાસિયું માટે તો
એને દુધ કયાંથી મળે ?
તમે પણ ત્રાસી ગયા છો !
હે ! વીરો
જાગો ! જાગો !
મહાક્રાંતિ માટે
આતંરડી આત્મહત્યા માટે ઘરના નળિયે ના લટકાવો,
નખ્ખોદિયો ઘરને ભરખે
એ પહેલાં રોકો !
ઓ કવિશ્રેષ્ઠો ! ઓ નગરજનો ! ઓ ગ્રામવાસીઓ
તમે જ સૈનિક બનો
આવા બાળકને દુધ પીતો જ કરો,
એને રણની લાલ રેતીમાં મોકલો !
જંગલમાં સુવરો પાસે સુવાડો !
અંકોડા પર ઈયળ બનાવી ધરબો !
ક્રૂર માં ક્રૂર કસાઈ પાસે મોકલો !
એ નહીં તો કંસ જેમ
હાહાકાર કરશે
દુર કરો ! દુર કરો !
આ ઉછીની મંદીને ભગાડો
તેજીના નગારા વગાડો !
-વિપુલ પટેલ