-: જીવનસંગીની :-
હે મારી પ્રાણપ્રિયે...
"જીવનમાં મારું થયું અજવાળું જ્યારે તું એમાં આવીને વસી,
સહેલી લાગી આખી જિંદગી જ્યારે તું મારી હારે આવી ઉભી.
જોઈ તને મેં વાર પહેલી બધું ભૂલ્યો જાણે દિલે આવી તું સ્પર્શી,
બીજા માટે ભલે તું ગોપી પણ મારા દિલમાં તું રાધા થઈને વસી,
ફરતે ફેરા દીધા બધા પૂરા વચન ક્યારે નહિ મુકું તને મારા નયન,
બન્યો જમાઈ ને જોડાયા સબંધ લાગ્યું મને કે અડી લીધું ગગન.
તેડી લાવ્યો તને રડાવી એને વિદાય કહું કે આપણા લગ્નની ઘડી,
અહીં આવી તને ક્યારે નહિ થાય વિદાય લીધી કે ઘરે પાછી ફરી.
આટલાં વર્ષો કેમ થયા પસાર સમજાયું ના તારી જોડે રહીને યાર,
તને થયું આજે શું છે ખાસ એટલે મેં આ લખી કર્યો દિલ પર વાર.
અરજ કરું તને વારંવાર ક્યારે નહિ છોડતી આ મારા દિલનો દ્વાર,
જાગ્યો કાલે આખી રાત માંડવે આવી જાણે તું પહેરાવે ફરી હાર.
તારો અને બસ તારો જ...
D.K......